
મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે એક શંકાસ્પદ વ્યકિત મુન્દ્રા ટાઉનમાં કરી રહેલ છે જેથી આ બાબતે મુન્દ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એમ.એન.ચૌહાણ ની સુચના અને માર્ગદર્શન મુજબ હેડ કોન્સટેબલ વાલાભાઇ ગોયલ તથા પોલીસ કોન્સ્ટેબલ ખોડુ઼ભા ચુડાસમાએ તપાસ કરતા મુન્દ્રા બસ સ્ટેશન વિસ્તાર માંથી એક શંકાસ્પદ ઇસમ મળી આવેલ અને તે અસ્થિર મગજનો હોવાનુ જણાઇ આવેલ અને તેની ભાષા પણ ન સમજાય તેવી હોઇ જેથી તે ઇસમ ની તપાસ ટાઉન બીટ ના પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઇ પરાલીયા તથા મુકેશભાઇ ભાડકા ને સોંપતા તેઓએ હાઇવે ઉપર ની હોટલો ઉપર લઇ જઇ પર પ્રાંતિય ડ્રાઇવરો મારફતે તેમની ભાષા માં પુછપરછ કરાવતા તે શંકાસ્પદ ઇસમ નુ નામ નોરતમલ જીવણજી ગુર્જર ઉ.વ,૨૯ ૨હે.મુળ ગણેશપુરા લબ્બાહરિસિંહ ટોક,રાજરથાન વાળો હોવાનુ જણાવેલ અને તેના પિતાજી ના મોબાઇલ નંબર મળી આવેલ જે મોબાઇલ નંબર થી કોન્ટેક કરતા તેના પિતાજી જીવણજી સાથે વાતચિત કરતા આ વ્યકિત તેમનો પુત્ર હોવાનુ અને તે અસ્થિર મગજનો હોવાનુ જણાવેલ અને તે કોઇ ને કહયા વગર કોઇ ટ્રક માં રાજસ્થાન થી અહી મુન્દ્રા આવી ગયેલાની હકિકત જણાવેલ તેઓએ વધુમાં જણાવેલ કે અમો હાલ રાજસ્થાન છીએ અને અહીથી આવવા માટે અમને વધારે સમય લાગશે જેથી અમારા ગામના સંબધી મુન્દ્રા રામદેવ હોટલ માં રહેતા અને ડ્રાઇવીંગ કરતા ક્રિશનલાલ ગોપાલ મેધવંશી મુળ રહે.ગણેશપુરા રાજસ્થાન વાળા સાથે મોકલી આપવા વિનંતી કરેલ જેથી તેમને તથા દુર્ગેશભાઇ મારવાડી ને પોલીસ સ્ટેશન બોલાવી આ અસ્થિર વ્યકિતને તેમના વતન રાજસ્થાન માં તેમના માતા પિતા પાસે મોકલી આપવા માટે તેમના ગામના ઓળખીતા ડ્રાઇવર કિશનલાલ ગોપાલ મેધવંશી સાથે રવાના કરવામાં આવેલ હતો આ કામગીરી માં મુંદરા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.ચૌહાણ તથા એ.એસ.આઇ નારાણભાઇ રાઠોડ તથા હેડ કોન્સટેબલ વાલાભાઇ ગોયલ પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઇ પરાલીયા મુકેશભાઇ ભાડકા રવજીભાઇ અરાડીયા પોલીસ કોન્સ્ટેબલ ખોડુભા ચુડાસમા તથા જયદેવસિંહ ઝાલા વિગેરે જોડાયેલ હતા.
રિપોર્ટ: બિમલ માંકડ 78746 35092ધર્મેશ જોગી 98791 87080
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




