તીક્ષ્ણ હથિયાર વડે વૃદ્ધની હત્યા કરાતા ચકચાર મચી

0
15

ભુજ,તા.૨૩
ભુજની ભાગોળે ટ્રકોના પા‹કગ પ્લોટમાં કરપીણ હત્યા, માથા અને મોઢાના ભાગે બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેવાતાં ચકચાર મચી ગઇ હતી. હત્યા બાદ પડોશી ચોકીદાર ગાયબ હોવાથી શંકાની સોય તેના તરફ કરવામાં આવી હતી.
ભુજ-માધાપર રોડ પર નળવાળા સર્કલ પાસે કાર્ગો મોટર્સ નજીક આવેલાં ટ્રકોના પા‹કગ પ્લોટમાં ચોકીદારી કરતાં ૫૮ વર્ષિય નારણભાઈ લખુભાઈ જરૂ (આહીર)ની સવારે માથા અને મોઢાના ભાગે બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાને પગલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસમાં દોડધામ મચી ગઈ છે. બનાવ અંગે નારણભાઈના પુત્ર રમેશ જરૂએ પ્લોટ નજીક રહેતાં જુસબ સુલેમાન કુરેશી નામના શખ્સ પર શંકા દર્શાવી છે. આ અંગે પોલીસે રમેશ જરૂની વિધિવત્ પોલીસ ફરિયાદ નોંધી છે.
નારણભાઈની માથા અને મોઢાના ભાગે બોથડ તેમજ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેવાતાં ભુજ શહેર બી ડિવિઝન પોલીસમાં દોડધામ મચી ગઈ છે. બનાવ અંગે નારણભાઈના પુત્ર રમેશ જરૂએ પ્લોટ નજીક રહેતાં જુસબ સુલેમાન કુરેશી નામના શખ્સ પર શંકા દર્શાવી જુસબ પણ અહીં નજીકમાં રહે છે અને તે પણ ટ્રકોના રખોપા કરવાનું કામ કરે છે. ગઈકાલે જુસબ અને નારણભાઈ વચ્ચે કોઈક મુદ્દે ગાળાગાળી-બોલાચાલી થઈ હતી. હત્યા બાદ જુસબ ભેદી રીતે ગુમ થઈ ગયો છે. પોલીસે જુસબને ઝડપી લેવા વિવિધ ટીમ બનાવી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY