પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક રવી તેજા વાસમસેટ્ટી સાહેબની સુચનાથી અને એલ.સી.બી., ભુજના પોલીસ ઇન્સ્પેકટર જે.એમ.આલ સાહેબના માર્ગદર્શન અને આગેવાની હેઠળ આજરોજ એલ.સી.બી. સ્ટાફના માણસો અલગ – અલગ ટીમો બનાવી ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન પેટ્રોલીંગમાં રહેલ એક ટીમ પેટ્રોલીંગ ફરતા ફરતા ભીડનાકા પાસે આવતા ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, સંદિપ દયાલજી ઠકકર, રહે.રધુવંશીનગર, ભાનુશાલી નગર પાછળ, ભુજ વાળો તથા તેના બે માણસો ઇંગ્લીદારૂનો જથ્થો લઇને રેલ્વે સ્ટેશનથી ન્યુ સલમાન ટી હાઉસ તરફ પગે ચાલી જાય છે. જેથી તુરંત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યા ન્યુ સલમાન ટી હાઉસ પાસે ઉપરોકત બાતમી હકીકત વાળા ઇસમો શંકાસ્પદ હાલતમાં હાથમાં હાથમાં થેલા લઇ આવતા હોય જેઓને રોકી પુછ પરછ કરતા નં.*(૧) સંદિપ દયાલજી ઠકકર, રહે.રધુવંશીનગર, ભાનુશાલીનગર પાછઇળ, ભુજ નં.(ર)જીતુકુમાર રામદિન અહીવર, રહે. હાલે રધુવંશીનગર, મહાકાળી મંદિરની બાજુમાં ભુજ, મુળ રહે.-ગામ ગડુકા, તા.મોઠ, જિ.ઝાંસી, (યુ.પી.) વાળો તથા નં.(૩) મુકેશ શાંતિલાલ ઠકકર, રહે.રધુવંશીનગર, મહાકાલી મંદિરની બાજુમાં, ભુજ* વાળો હોવાનું જણાવેલ તેમજ તેઓની પાસે રહેલ થેલાઓમાં તપાસ કરતા *વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની બોટલો નંગ-૧૩ર, કિંમત રૂા.૪૬,૨૦૦/- મળી આવેલ તેમજ મોબાઇલ ફોન નંગ-ર, કિ.રૂા.૧૦૦૦/- એમ કુલ્લે રૂા.૪૭,૨૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે,
💫તેમજ પેટ્રોલીંગમાં રહેલ બીજી ટીમ પેટ્રોલીંગ દરમ્યાન ભુજ રેલ્વે સ્ટેશન ત્રણ રસ્તા પાસે આવતા સામેથી ત્રણ ઇસમો રેલ્વે સ્ટેશન બાજુથી હાથમાં થેલા લઇ શંકાસ્પદ હાલતમાં આવતા હોઇ જેઓને કોર્ડન કરી ઉભા રાખી તેઓના નામ ઠામ પુછતા (૧) વિશાલ સાદુલભાઇ રામ (આહિર), રહે.હાલે સહયોગનગર, શેરી નં.૧૨, ભુજ, મુળ રહે.-ગામ સજવાપુર, તા.ઉના, જિ.સોમનાથ, નં.(ર) જીગર દિનેશભાઇ કોટક (ઠકકર), રહે.સહયોગ નગર, શેરી નં.૧ર, ભુજ વાળો તથા નં.(૩) નિલેશ અરજણ આહિર, રહે. હાલ -સહયોગ નગર, શેરી નં.૧૫, ભુજ, મુળ રહે.-માદેવીયા, તા.ખંભાળીયા, જિ. દેવભુમી ધ્વરાકા, વાળો હોવાનું જણાવેલ, તેમજ તેઓના કબ્જાના થેલાઓ ચેક કરતા જેમાંથી અલગ-અલગ બ્રાન્ડના બિયરના ટીન નંગ- ૮૦, કિંમત રૂા.૮,૦૦૦/-નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
આમ આ કામે ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. ખાતે તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી માટે ફરીયાદ દાખલ કરાવવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




