મુન્દ્રામાં બાળક ગુમ થતા ગણતરીની કલાકોમાં બાળક શોધી આપતી મુન્દ્રા પોલીસ

0
121

મુન્દ્રા શહેરમાં બાળક પોતાના ઘરેથી બપોરના ૩ વાગ્યાના અરસામાં રમવા જવાનું કહી સાંજના પાંચ વાગ્યા સુધી ઘરે પરત ન આવતા તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરી હતી પરંતુ બાળકની ભાળ ન મળતા આખરે મંગલપ્રશાદ પાંચાલાલ લોહાર પોતાના પુત્ર મુકેશ ઉ.વર્ષ.૧૧ રહે.ભુજપુર તાલુકો મુન્દ્રા વાળો ગુમથતા ફરિયાદ નોંધવાની તજવીજ ચાલુકરી તેજ સમયે અલગ અલગ પંદર જેટલી ટીમને મુન્દ્રા તથા ભુજપુરના વિસ્તારોમાં બાળકની શોધખોળ કરવા પી.આઈ એમ.એન.ચૌહાણે આદેશ કરેલ અને ગણતરીની કલાકોમાજ ખોવાયેલ બાળકને શોધી લીધો હતો મુકેશ ને પૂછતાં તેમને જણાવેલ કે બારે રમવા જવા તેના પિતાએ ના પાડવા છતાં તે બહાર રમવા ગયો હતો તેની બીકથી આખો દિવસ ઘરે ન જઇ ભૂખ્યા પેટે ખાખરાવાસની ખંડેર જગ્યાપર રાત વિતાવી હતી આ જગ્યાએથી મળેલ બાળકને તેમના માતાને સોંપી સફળ કામગીરી કરીહતી આ કાર્યવાહીમાં મુન્દ્રા પોલીસ સ્ટેશન પી.આઈ એમ.એન.ચૌહાણ, એ.એસ.આઈ નારણ રાઠોડ,હરેશ સોમૈયા,કોન્સ્ટેબલ શક્તિસિંહ ગોહિલ,કુલદીપસિંહ રાણા વગેરે જોડાયા હતા

રીપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87980

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY