ન્યુ દિલ્હી,તા.૧૦
દિલ્હીમાં ૨૪ કલાકમાં બીજીવાર ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. રવિવાર બાદ આજે સામવારે સવારે ઉત્તર પ્રદેશનાં મેરઠમાં ભૂકંપ આવ્યો, જેને કારણે દિલ્હીમાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા હતાં. સોમવારે સવારે ૬.૨૮ વાગ્યે મેરઠનાં ખરખૌદામાં ભૂકંપ આવ્યો હતો, જેને પગલે લોકોમાં ભય વ્યાપી ગયો. જાકે, ભૂકંપને કારણે કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલહાનિ થઈ નથી.
આ અગાઉ રવિવારે સાંજે ભૂકંપનાં હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકા હરિયાણા તેમજ ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક સ્થળોએ અનુભવાયા હતાં. રવિવારે સાંજે આવેલા ભૂકંપનાં આંચકા આશરે ૧૦ સેકન્ડ સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હરિયાણાનાં ઝજ્જર જિલ્લામાં હતું. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૮ માપવામાં આવી હતી.
જણાવી દઈએ કે, આ અગાઉ પહેલી જુલાઈએ પણ દિલ્હી-દ્ગઝ્રઇ સહિત આખા ઉત્તર ભારતમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિએક્ટર સ્કેલ પર ૪.૦ માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાનાં સોનીપતમાં હતું. ભૂકંપનો આભાસ થતાં જ લોકો ઘર-ઓફિસમાંથી નીકળીને બહાર આવી ગયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




