રૂપિયો વધુ ગબડ્યો : ૪૫ પૈસા તૂટી ૭૨.૧૮ રૂપિયા પ્રતિ ડોલર

0
9

ન્યુ દિલ્હી,તા.૧૦
ડોલરને મુકાબલે રૂપિયામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. સોમવારે રૂપિયો અત્યારસુધીના સૌથી નીચલા સ્તરે ખુલ્યો છે. ડોલરને મુકાબલે રૂપિયો આજે ૪૫ પૈસા તૂટીને ૭૨.૧૮ રૂપિયા પ્રતિ ડોલર પહોંચી ચુક્્યો છે. સોમવારે ડોલર સામે રૂપિયામાં ભારે ઘટાડો જાવા મળ્યો હતો જયારે ગયા અઠવાડિયે રૂપિયો ૭૧.૭૩ રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જાવા મળી રહ્યો છે.
રૂપિયામાં મૂલ્ય ઘટી રહ્યું છે જેથી તેની સીધી અસર પેટ્રોલ અને ડીઝલ પર પડી રહી છે. આ વર્ષે ડોલરને મુકાબલે રૂપિયામાં ૧૩ ટકા જેટલી કમજારી આવી ચુકી છે, જયારે ૫ ટકા કમજારી છેલ્લે એક મહિનામાં અને ત્રણ ટકા કમજારી છેલ્લે અઠવાડિયામાં આવી છે. સતત વધી રહેલી ડોલરની માંગ ગ્રીનબેન્ક મુકાબલે ભારતીય મુદ્રાને ઓછી કરી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY