ઈશા અંબાણીના લગ્નની તડામાર તૈયારીઓ શરુ

0
35

મુંબઈ,તા.૧૭
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીના લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ઈશાના લગ્ન તેના ભાઈના લગ્ન પહેલા યોજાશે. પહેલા એવું માનવામાં આવી રહ્યું હતુ કે આકાશના લગ્ન પછી ઈશાના લગ્ન થશે. અંબાણી પરિવાર ભારતીય પરંપરાઓમાં વિશ્વાસ રાખે છે આથી પહેલા પુત્રીની લગ્ન કરવામાં આવશે. ૨૧ સપ્ટેમ્બરે આ ભવ્ય સમારોહ યોજાશે.
ઈશા અંબાણી અને આનંદ પીરામલનો Pre-Wedding સમારોહ રાજસ્થાનના ઉદયપુરમાં યોજાશે. બંને પરિવારે તડામાર તૈયારીઓ પુરી કરી લીધી છે. આ હાઈ પ્રોફાઈલ Pre-Weddingસમારોહમાં મોટા મોટા નેતાઓ ફિલ્મી હસ્તીઓ ઉપસ્થિત રહેશે. અંબાણી અને પીરામલ પરિવારનો રાજસ્થાન સાથે જૂનો સબંધ છે આથીPre-Wedding સમારોહ ત્યા યોજાશે જા કે લગ્નતો મુંબઈમાં જ થશે.
ઈશા અંબાણી અને આનંદ પીરામલની સગાઈની પાર્ટી મુંબઈમાં આયોજીત કરવામાં આવી હતી.આ પાર્ટી મુકેશ અંબાણીના ઘરે એન્ટાલિયામાં રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં રમતક્ષેત્રથી માંડીને બોલીવુડના દિગ્ગજા હાજર રહ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે ઉદયપુરમાં આયોજીત Pre-Wedding સમારોહમાં સિતારાઓ ઉમટી પડશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY