ભૂવનેશ્વર,તા.૨૨
ઓરિસ્સાનાં કંધમાલ જિલ્લામાં બાલીગુદા પાસે મંગળવાર સવારે એક ટ્રક પલટી ખાઈ જતા ૬૦ ફુટ ઊંડી ખીણમાં ખાબકિયો હતો. આ દુર્ઘટનામાં ૧૨ લોકોનાં મોત નિપજ્યા છે. આ ઉપરાંત ૨૫થી વધુ ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને બેહરમપુરનાં મહારાજા કૃષ્ણચંદ ગજપતિ મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડાયા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ટ્રકમાં સુલુમા વિસ્તારનાં આશરે ૫૦ લોકો સવાર હતા. આ તમામ ચર્ચનાં કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગાદાપુરથી બ્રાહ્મણી ગામ તરફ જઈ રહ્યાં હતા.
આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી નવીન પટનાયકે મૃતકોનાં પરિવારજનોને ૨-૨ લાખ રૂપિયાની સહાય ઉપરાંત ઈજાગ્રસ્તોની નિઃશુલ્કપણે સારવાર આપવા અંગેની પણ જાહેરાત કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



