મુંબઇ,તા.૨૨
નાણાંકીય કટોકટીનો સામનો કરી રહેલી જેટ એરવેઝ એરલાઈન્સના પ્રમોટર નરેશ ગોયલે જણાવ્યું છે કે તે રીસ્ટ્રકચર્ડ એરલાઈન્સના બોર્ડમાંથી રાજીનામું આપવા તૈયાર છે. પરંતુ તે માટે એતિહાદ એરવેઝે શેરની યોગ્ય કિંમત ચૂકવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે આબુ ધાબી સ્થિત એરલાઈન એતિહાદે જેટ એરવેઝના લેન્ડર્સને ગત સપ્તાહે જણાવ્યું હતું કે તે એરલાઈનનો પ્રત્યેક શેર ૧૫૦ રૂપિયામાં ખરીદશે. પરંતુ ગોયલને આ ભાવ યોગ્ય લાગ્યો ન હતો.
એક મિડિયા અહેવાલ મુજબ એતિહાદ જે આ ડીલ ૧૫૦ રૂપિયા પ્રતિ શેરના ભાવ પર કરવા માંગે છે. જે સિકિયોરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)ની ગાઈડલાઈન્સ મુજબ શકય નથી. માર્કેટ રેગ્યુલેટરે ટેકઓવરના નિયમો નક્કી કર્યા છે. તે મુજબ ઓપન ઓફર પ્રાઈસ જે ચાર પેરામીટરને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. તેમાં સૌથી વધુ હોવી જરૂરી છે. આ ચાર પેરામીટરમાં પ્રમોટર અને બાયર વચ્ચે જે પ્રાઈસ નક્કી થઈ હોય તે, ટેકઓવરની જાહેરાત થઈ તે પહેલાના વર્ષમાં શેરની રહેલી એવરેજ પ્રાઈસ, ટેકઓવરની જાહેરાત થઈ તે પહેલાના ૨૬ અઠવાડિયા પહેલા બાયર્સે ચૂકવેલી સૌથી વધુ પ્રાઈસ અને ટેકઓવરની જાહેરાત થયા પછીના ૬૦ ટ્રેડિંગ દિવસની એવરેજ પ્રાઈસ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



