કૂતરાએ નવજાત શિશુનો મૃતદેહ ફાડી ખાતા અરેરાટી વ્યાપી

0
223

ભુવનેશ્વર,તા.૧૨
ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લામાં શુક્રવારે એક સરકારી હોસ્પિટલની નજીક કૂતરાઓએ ત્યાં ફેકવામાં આવેલાં નવજાત શિશુના મૃતદેહને પોતાનો શિકાર બનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે રસ્તામાંથી પસાર થતાં કેટલાક લોકોએ આ ભયાનક દૃશ્ય જાયું હતું અને તેમણે ત્યાંથી કૂતરાઓને ભગાડી દીધા હતા. લોકોએ જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ક્ષત-વિક્ષત મૃતદેહને કબજામાં લઈને તેને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલાયું હતું.
એક પોલીસ કર્મચારીએ જણાવ્યું હતું કે આસપાસની તમામ હોસ્પિટલમાં નવજાત શિશુઓના વોર્ડના રજિસ્ટરની તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ શિશુના માતા-પિતાની ઓળખ થઈ શકે.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ વધતુ જાય છે જેમાં હોÂસ્પટલ કે માતા-પિતા દ્વારા મૃત્યુ પામેલ નવજાત શિશૂના મૃતદેહને ત્યજી દેવામાં આવે છે, વધારે પડતા એવા બનાવો પણ બનતા રહે છે જેમાં અઇચ્છનીય નવજાત શિશૂને જીવીત પરિÂસ્થતિમાં ત્યજી દેવામાં આવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY