મુંબઈ,તા.૭
કોન બનેગા કરોડપતિના સ્ટેજ પર અમિતાભ બચ્ચન કન્ટેસ્ટન્ટ્સને સવાલની સફર કરાવાની સાથે તેમના સ્વપ્નોની મંજિલ સુધી પહોંચાડે છે. આ સમય દરમિયાન કેટલીક ખુશીના તો કેટલીક દુઃખની ક્ષણો પણ આવે છે. પરંતુ આવો સમય ક્યારેક જ આવે છે, જયારે મહાનાયકની આંખમાં નિરાશા છવાઈ જાય અને ગળા માંથી અવાજ પણ નથી નીકળી શકતો. ખરેખર આ સાંભળવાથી તમને બીગ બીના કોઈ ફિલ્મનો સીન હોય તેવું લાગશે પરંતુ આ હકીકત છે. તાજેતરમાં જ કેબીસીના નવા એપિસોડ માટેનો એક પ્રોમો રીલીઝ કરવામાં આવ્યો. જેમાં અમિતાભ બચ્ચનના જીવનનું એક મહત્વપૂર્ણ પાસુ દર્શાવવામાં આવ્યું, જેને જાઈને દર્શક પણ ભાવુક બની ગયા હતા.
હકીકતમાં તાજેતરમાં જ રીલીઝ થયેલા પ્રોમોમાં દર્શાવવામાં આવ્યું છે કે કેબીસીનો મંચ તૈયાર છે, સામે જ એક મહિલા કન્ટેસ્ટન્ટ હોટ સીટ પર છે. ત્યારે જ મંચ પર અમિતાભને તાળીઓની ગુંજ સાથે જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે.
જન્મદિવસની શુભેચ્છાઓ વચ્ચે ફરીથી પ્રસરે છે સન્નાટો અને એક અવાજ ગુંજી ઉઠે છે. આ અવાજ એક મહિલાનો છે. જે કવિતા ગાઈ રહી છે.
કેબીસીના મંચ પર ફેલાયેલું મૌન અમિતાભના આવજથી તૂટે છે, તેઓ બસ આટલું જ કહે છે, “આ માનો આવાજ છે.” અમિતાભ બચ્ચનની કેટલીક તસવીરો એક વિડીયો અને માના અવાજમાં ગાયેલી કવિતા સાંભળીને દર્શક પણ ભાવુક નજર આવે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



