ન્યુ દિલ્હી,તા.૭
દિલ્હીના શરણાર્થી કેમ્પમાં રહેતાં રોહિંગ્યા મુસ્લિમોએ મ્યાનમાર પરત ફરવાનો ઈન્કાર કરી દીધો છે. કેન્દ્ર સરકારને અપીલમાં કહ્યું છે કે જ્યાં સુધી તેમના દેશની શાંતિ કાયમ નહીં થાય, શરણાર્થીઓને પુનર્વાસ માટે ન મોકલવામાં આવે. એક શરણાર્થીએ કહ્યું કે, “ભારતમાંથી ગત દિવસોમાં સાત શરણાર્થીઓને મ્યાનમાર મોકલવામાં આવ્યાં છે, તેઓ જીવીત નહીં રહે. તેમની પણ હત્યા કરવામાં આવશે.”
કાલિંદી કુંજના કેમ્પમાં રહેતા મોહમ્મદ ફારૂકે ન્યૂઝ એજન્સીને કહ્યું કે, “હું અહીં (ભારતમાં) ૨૦૧૨થી રહી રહ્યો છું. સરકારને એક અપીલ છે કે અમને અહીં રહેવા દો. અમે મ્યાનમારમાં ઘણાં જ અત્યાચારો સહન કર્યાં છે. કોઈ જ લાલચમાં અમારો દેશ છોડીને નથી આવ્યાં.”
“અમારી તમામ જાણકારી સંયુક્ત રાષ્ટ્ર અને સંબંધિત સંસ્થાઓ પાસે જ છે. થોડાંક દિવસ પહેલાં પોલીસ બર્માની ભાષામાં એક ફોર્મ લઈને આવી હતી, પરંતુ અમે તેને ભરવાનો ઈન્કાર કરી દીધો.”
બીજા શરણાર્થી હારૂને કહ્યું કે અમે ૨૦૦૫થી ભારતમાં રહી રહ્યાં છીએ, પરંતુ સરકારે ૨૦૧૭માં વીઝા રીન્યૂ કરવાનું બંધ કરી દીધું. કેટલાંક લોકોએ બર્મા એમ્બેસીથી આવેલું ફોર્મ ભર્યું છે. મ્યાનમારમાં અમારા ઘર આજે પણ સળગાવવામાં આવી રહ્યાં છે.
ભારતે પહેલી વખત સાત રોહિંગ્યાને મ્યાનમારને સોંપ્યા હતા. આ લોકો ૨૦૧૨થી આસામના શરણાર્થી કેમ્પમાં રહેતા હતા. આ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજ્યોના રોહિંગ્યાની ઓળખ કરવા અને બાયોમેટ્રિક ડેટા એકઠાં કરવાના નિર્દેશ આપ્યાં હતા. તેઓએ કહ્યું હતું કે રિપોર્ટ મળતાં જ મ્યાનમાર સરકારને રોહિંગ્યાને પરત મોકલવા અંગે વાત કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




