મુંબઈ,તા.૧
એક રિયાલિટી શોની ફાઈનલમાં મેગા સ્ટાર અમિતાભ બચ્ચને એવો ખુલાસો કર્યો છે જે જાણીને તમને પણ હેરાની થશે. બોલીવૂડમાં હાલમાં લગ્ન સીઝન ચાલી રહી છે. પ્રિયંકા ચોપરા અને નીક જાનાસાના લગ્ન લેવાઈ રહ્યા છે. એ પહેલા દિપિકા અને રણવીરે પ્રભુતામાં પગલા પાડ્યા હતા અને અગામી દિવસોમાં કપિલ શર્મા લગ્ન કરવાનો છે.
ત્યારે અમિતાભે આ મુદ્દા પર શોમાં ખુલાસો કર્યો હતો કે બોલીવૂડમાં ચાંલ્લો કરવાની પરંપરા બહુ પહેલેથી છે પણ જ્યારે જુનિયર આર્ટિસ્ટ કે મેકઅપ મેન જેવા વ્યકિતઓએ મોટા સ્ટારના પ્રસંગમાં જવાનુ હોય તો કવરમાં કેટલો ચાંલ્લો મુકવો તે અંગે સંકોચ અનુભવતા હોય છે. આ સંજાગોમાં ચાંલ્લાના કવરમાં ૧૦૧ રુપિયા મુકવા તેવુ નક્કી થયુ હતુ અને હવે નાના મોટા તમામ કલાકારો માટે આ રકમ નક્કી થઈ ગઈ છે અને કોઈને આટલો ચાંલ્લો કરવામાં કે સ્વીકારવામાં સંકોચ પણ થતો નથી.
બચ્ચને કહ્યું હતુ કે હું ચાંલ્લાની સાથે લગ્નમાં એક બૂકે લઈ જવાનું પસંદ કરુ છું પણ જયા બચ્ચનને પસંદ નથી. કારણકે છેવટે ફૂલો ફેંકી દેવાતા હોય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






