ગયા,તા.૮
બિહારના ગયામાં એક સ્કૂલ બસ પલટી જતા ૨૫ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે. ૨૫ બાળકોમાં ચાર શિક્ષક પણ ઈજાગ્રસ્ત થયા છે. હાલ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
બાળકોથી ભરેલી આ સ્કૂલ બસ ગહલૌરના બંસી બીઘા ઓપી પાસે દુર્ઘટનાગ્રસ્ત થઈ. પ્રાપ્ત જાણકારી મુજબ, આ એક ખાનગી સ્કૂલ બસ છે અને શુક્રવારે તેઓ સાંજે સાસારામથી ફરવા માટે નીકળ્યા હતા. ઈજાગ્રસ્ત શિક્ષકો અને બાળકોનું કહેવું છે કે, બસનો ડ્રાઈવર નશામાં હતો અને પૂરપાટ બસ હંકારી રહ્યો હતો.
તે સમયે ડ્રાઈવરે બસના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ. ઉલ્લેખનીય છે કે, બિહારમાં દારૂબંધી છે. જા કે, ઘટના બાદ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થયો છે. જેથી પોલીસે પણ તેની તપાસ હાથ ધરી છે.
બિહારના ગયાના ગહલૌરમાં સ્કૂલ બસપલટી જતાં ૨૫ વિદ્યાર્થીઓ સહિત ચાર શિક્ષકને ઇજા પહોંચી છે. પોલીસના જણાવ્યા અનુસાર બિહારના રોહતાસ જિલ્લાના ચેનારીમાં આવેલ સંત પ્લસ ઇંગ્લિશ સ્કૂલની ૨૦થી ૨૨ બાળકોને લઇને પિકનિક પર ગયેલી બસને ગેહલોર અને વંશીવિગાહ વચ્ચે અકસ્માત નડ્યો.
જા કે ઇજાગ્રસ્ત બાળકોને ખતરાની બહાર બતાવામાં આવી રહ્યાં છે. ઇજાગ્રસ્તોને હાલમાં તબીબી સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




