સરકારે કાયદા સાથે દંડ પણ વધારીને છ હજાર કરી નાંખ્યો
શિમલા,તા.૮
હિમાચલ વિધાનસભા શિયાળાના સત્રમાં રખડતા પશુની સમસ્યાઓનો સામનો કરવા માટે કડક કાયદો બનાવશે. કાયદો બનાવવાની સાથે સાથે સરકારે દંડ પણ વધારીને છ હજાર રૂપિયા કરી નાખ્યો છે. રખડતા પશુઓને લઈને હિમાચલમાં પ્રવેશ કરનાર વાહન જા પકડાય તો સરકાર તેમને કબજે કરશે. અને દંડ વસુલ કરશે.
જેમ ગેરકાયદેસર છોકરી જેમાં હોય એ વાહનોને કબજે કરવાની જાગવાઈ છે, તે જ રીતે બીજા રાજ્યોમાંથી પ્રાણીઓને લઈને આવતા વાહનોને કબજામાં લેવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કેમ કે ઘણી વાર પડોશી રાજ્યોમાંથી વાહનમાં ચોરી છૂપીથી પ્રાણીઓને અહીં છોડવામાં આવે છે. અને ગુનેગાર અહીંના લોકો ગણાય છે.
આના કારણે રાજ્યમાં રખડતા પશુઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખેડૂતોના પાકને પણ ચોપટ કરી નાખે છે. પંચાયતીરાજ અને પશુપાલન મંત્રી વીરેન્દ્ર કશ્યપએ જણાવ્યું હતું કે સરકાર શિયાળુ સત્રમાં રખડતા પશુઓની સમસ્યાનો ઉકેલ લાવવા માટે કડક કાયદો લાવી રહી છે. અત્યાર સુધી પંચાયત વડા ફક્ત ૫૦૦ રૂપિયા સુધી જ દંડ કરી શકતા હતા. પરંતુ હવે કડક કાયદો બનાવીને પશુપાલન વિભાગના અધિકારીઓને ૬ હજાર રૂપિયા સુધી સજા કરવાનો અધિકાર આપ્યો છે. સાથે સાથે ગેરકાયદેસર પ્રાણીઓ લાવનારા વાહનોને પણ જપ્ત કરવામાં આવશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




