ગાંધીનગર,તા.૧૬
૩૧ ઓક્ટોબરના રોજ એટલે સરદાર જયંતિ નિમિત્તે પીએમ મોદી દ્વારા સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ કરવામાં આવશે. ગુજરાતમાં વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં દેશભરમાંથી ખેડૂતો અને રાજકીય આગેવાનોને બોલાવીને ૩૧ ઓક્ટોબરે મેગા શો કરવાના પીએમ મોદીના મેગા શો પર રૂપાણી સરકારે પાણી ફેરવતા હવે આ કાર્યક્રમમાં પીએમ જ હાજર રહેશે. ત્યાર બાદ એક મહિના સુધી વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, ખેડૂતો, રાજકીય આગેવાનો અને રાજ્યપાલ સહિતની હસ્તીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જાવા આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો ડ્રીમ વિઝન પ્રોજેક્ટ હતો કે, સરદાર સરોવર બંધ નજીક સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવવામાં આવે. આ પ્રોજેક્ટ હવે પૂરો થવા આવ્યો છે અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદે છે, ત્યારે આગામી ૩૧મી ઓક્ટોબરે વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું અનાવરણ થવા જઈ રહ્યુું છે.
આ કાર્યક્રમને લઈ પીએમ મોદી એક મેગા શો કરવાની તૈયારીમાં હતા. માત્ર એટલું જ નહીં, સરદારની પ્રતિમા બનાવવા માટે ઓજારો આપનારા ગુજરાત સહિત દેશભરના ખેડૂતો અને દેશભરના રાજકીય આગેવાનોને બોલાવવા માગતા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




