ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો
બીજિંગ,તા.૧૨
ચીનમાં આવેલી ગૂગલ ઓફિસમાં આજે સવારે આગ લાગી હતી. બુધવારે ૧૧ વાગ્યે ઝોંગગાન્કુન ટેક ડિસ્ટ્રિક્ટમાં આગ લાગી હોવાના સમાચાર હતા. ઝોંગગાન્કુનએ ચીનના બીજિંગમાં આવેલી સિલિકોન વેલી તરીકે ઓળખાય છે. આગ પહેલાં રેયકોમ ઇન્ફોટેક પાર્કના ટાવર બીમાં લાગી હતી. લોકોએ સોશિયલ મીડિયામાં ઘટનાની તસવીરો અને વીડિયો શૅર કર્યા હતા. જેમાં ગૂગલની હાઇ-રાઇઝ બિલ્ડિંગની છત પરથી આગ અને ધૂમાડો નિકળી રહ્યો હોવાનો ઉલ્લેખ હતો.
રિપોર્ટ અનુસાર, આગના પગલે તમામ ગૂગલ કર્મચારીઓને બિલ્ડિંગમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગના સમાચાર બાદ ફાયર ફાઇટર્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
બિલ્ડિંગના ટોપ ફ્લોર પર આગ લાગવાના કારણો અંગે હજુ સુધી જાણી શકાયું નથી. આગમાં કોઇને ઇજા થઇ હોવાના રિપોટ્ર્સ પણ નથી. ગૂગલની આ બિલ્ડિંગમાં ચાઇનીઝ ઇન્ટરનેટ કંપની સોહુ ઉપરાંત અન્ય કંપનીઓની ઓફિસ પણ આવેલી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




