નર્મદાના એસપીએ જ કબૂલાત કરી ક્રાઈમ બ્રાન્ચનો સ્ટાફ જ બુટલેગરોને દારૂ સપ્લાયમાં મદદ કરે છે

0
22

નર્મદા,તા.૨૬
ગુજરાતમાં દારૂબંધી છે અને દારૂબંધીનો સંપૂર્ણ અમલ કરાવવામાં રાજ્ય સરકાર, ગૃહ વિભાગ તથા પોલીસ પણ સફળ રહેતી નથી અનેક વખત રાજ્યના કેટલાક બુટલેગરોને પોલીસનું બેક અપ હોવાની ચર્ચાઓ થતી રહે છે પરંતુ નર્મદા જિલ્લના એલસીબી તથા એસઓજી જેવી મહત્વની અને એસ.પી.ની પોતાની ગણાતી બ્રાન્ચનો કેટલોક સ્ટાફ સ્થાનિક બુટલેગરોને સહકાર આપે છે અને આ વાતની કબુલાત ખુદ નર્મદાના એસ.પી. એ જ કરી છે.
નર્મદા જીલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ પોતાના જ તમામ સ્ટાફને આપેલી લેખિત સૂચનામાં જણાવ્યું છે કે, જિલ્લના તાલુકા વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તાર તેમજ ટાઉનમાં ઈંગ્લીશ દારૂનું ખુલ્લે આમ વેચાણ કરવામાં આવે છે. જેમાં બુટલેગરો દ્વારા નવા કીમીયાઓનો ઉપયોગ કરીને જુવાન છોકરા છોકરીઓને દારૂનું વેચાણ કરવા હોમ ડીલીવરી કરવા સ્કુલ બેગો દ્વારા માલ પહોંચાડવામાં આવે છે. આ બાબતમાં જીલ્લા એલ.સી.બી તથા એસ.ઓ.જીનો પણ સહકાર છે. જેના કારણે ઈંગ્લીશ દારૂ પકડવા માટેની રેડ કરવામાં આવતી નથી. તેમને ધંધો કરવામાં લોકલ પોલીસ દ્વારા મદદ કરવામાં આવે છે. જેમાં જીલ્લાના અન્ય અધિકારીઓ તથા કર્મચારીઓ પણ સંડોવાયેલા છે. કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા દારૂની ગાડીનું પાયલોટીંગ પણ કરવામાં આવે છે. જેમાં પોલીસની ગાડી આગળ તથા દારૂની ગાડી પાછળ ચાલે છે જે ખુબ જ નિમ્ન કક્ષાનું કામ પોલીસ દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારની મદદ કરતા અધિકારીઓ તથા કર્મચારીઓના નામ અમારી પાસે છે. જેમની કોલ ડીટેઇલ મંગાવવામાં આવી છે જેમાં જે કોઈ અધિકારી કે કર્મચારીની સંડોવણી જાવા મળશે તેમની સામે ગુનો નોધવામાં આવશે.
આ ઉપરાંત એસ.પી. બગડીયાએ એ પણ જણાવ્યું છે કે, ડીવાયએસપી દ્વારા તેમના ડિવીઝનમાં નબળું સુપરવિઝન રાખવાના કારણે આવી પ્રવૃતિને વેગ મળે છે. જેથી જીલ્લામાં દારૂ જુગારના બુટલેગરોએ ખુલ્લેઆમ ખાનગીમાં એલસીબી તથા એસઓજી અને લોકલ પોલીસની પરમિશનથી ધંધા ચાલુ કર્યા છે. અમે જાતે રેઇડ કરીશું તો થાણા અધિકારી, બીટ જમાદાર, એલસીબી અને એસઓજીને પણ શિક્ષા કરીશું.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY