રાયપુર,તા.૧૨
છત્તીસગઢમાં મળેલી જંગી બહુમતિ બાદ હવે કોંગ્રેસ સમક્ષ મુખ્યમંત્રીપદ માટે કોના પર પસંદગી ઉતારવી તેનો પડકાર છે.
આ માટે જાકે રાહુલ ગાંધીએ નવતર ઉપાય અજમાવ્યો છે.રાહુલ ગાંધી છત્તીસગઢમાં નેતાઓની જગ્યાએ કોંગી કાર્યકરોએ ફોન કરીને કોને સીએમ બનાવવા તેનો અભિપ્રાય મેળવી રહ્યા છે.
એવુ પહેલી વખત થઈ રહ્યું છે કે કોંગ્રેસના અધ્યક્ષે સીધા કાર્યકરોને ફોન કરીને તેમની સલાહ માંગી હોય.આ પહેલા રાહુલ ગાંધીએ છત્તીસગઢના કોંગ્રેસી કાર્યકરોને બબ્બર શેર કહીને સંબોધન કર્યુ હતુ.
છત્તીસગઢમાં ૯૦માંથી ૬૭ બેઠકો પર કોંગ્રેસે જીત મેળવીને ભાજપના સૂપડા સાફ કરી નાંખ્યા છે. હાલમાં કોંગ્રેસમાં ટીએસ સિંહદેવ, ડો.ચરણદાસ મહંત, ભૂપેશ બધેલ, તામ્રધ્વજ સાહૂ સીએમ પદની રેસમાં છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



