બીજિંગ,તા.૪
અમેરિકા અને ચીન વચ્ચે વધી રહ્યો છે તણાવ. ત્યારે તે વચ્ચે ચીન દ્વારા અમેરિકામાં ભણવાનો મોહ રાખનારા તેમના વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે. ચીને તેમના શિક્ષકો અને વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યુ છે કે યુએસમાં અભ્યાસ કરવો એ મોટા ખતરા સમાન છે. જ્યારે અમેરિકા દ્વારા ચીની વિદ્યાર્થીઓને વિઝા આપવામાં વિલંબ થઇ શકે છે. બંને દેશો વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ વચ્ચે ચીન દ્વારા આવી ચેતવણી આપવામાં આવી છે. ત્યારે અત્યારનાં કેટલાક મહિનાઓમાં અમેરિકી અધિકારીઓ અને સાંસદો એ વાતની ચિંતા કરી છે કે ચીનની કોમ્યુનિસ્ટ સરકાર તેના વિદ્યાર્થીઓનો જાસુસ તરીકે ઉપયોગ કરી રહી છે.
ચીનના શિક્ષણ વિભાગે સોમવારે જણાવ્યુ કે હાલમાં જ ચીનના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝાને લઇને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. માટે બાકીના વિદ્યારથીઓ અને શિક્ષકોએ પણ તેની તૈયારી રીખવી જોઇએ. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અભ્યાસ કરતા કુલ વિદેશી વિદ્યાર્થીઓમાંથી ત્રીજા ભાગના વિદ્યાર્થીઓ ચીનના છે.
ગયા વર્ષે લગભગ ૬૦ હજાર વિદ્યાર્થીઓએ અમેરિકાના વિશ્વ વિદ્યાલયોમાં પ્રવેશ મેળવ્યો હતો. ચીની એજન્સીના રિપોર્ટ પ્રમાણે અમેરિકી અર્થ વ્યવસ્થામાં ચીની વિદ્યાર્થીઓનું યોગદાન ૧૪ અરબ ડોલરનું છે. હવે જાવું રહ્યું કે ચીનના આ નિવેદનો અમેરિકા શું પ્રતિભાવ આપે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



