મુંબઇમાં બ્રિજની દિવાલ પર આતંકી આઇએસના સમર્થનમાં મેસેજ લખાતા ખળભળાટ મચ્યો

0
8

મુંબઇ,તા.૪
નવી મુંબઇના ઉરાન ક્ષેત્રમાં આવેલ એક બ્રિજના પિલ્લર પર આતંકી સંગઠન ISIS ના સમર્થનમાં મેસેજ લખેલા જાવા મળતા ચકચાર મચી જવા પામેલ. જો કે, આ મામલાની નોંધ સ્થાનિક પોલીસ દ્વારા ગંભીરતાથી લેવામાં આવતા તપાસ હાથ ધરવામાં આવી છે તથા હાઇ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રકારના લખાણ અંગેની જાણ મહારાષ્ટ્ર ATSને થતાં જ તપાસ વધુ મજબૂત રીતે કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, આ પ્રકારના લખાણ નવી મુંબઇના ઉરાન ક્ષેત્રમાં આવેલ ખોપ્ટેબ્રિજ પર જાવા મળ્યા હતા, આ વિસ્તાર રાયગઢ જિલ્લાની હદમાં આવે છે. પોલીસે આ મામલે આસપાસના CCTV કેમેરાના ફૂટેજ તપાસવાની કામગીરી આદરી છે. નવી મુંબઇના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, એક અલગ ટીમ અને નવી મુંબઇ ક્રાઇમ બ્રાંચ આ મામલાની તપાસ કરી રહી છે.
બ્રિજની થાંભલાની દિવાલમાં લખવામાં આવેલ આ સંદેશાઓમાં ISIS ના વખાણ કરવામાં આવ્યા છે. સાથે જ હાફિઝ સઇદના નામનો ઉલ્લેખ અનેISIS માટે લડનાર અબુ બકર અને અલ બગદાદીની પણ પ્રસંશા કરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે, આ વિસ્તારમાંONGC , આર્મરી સ્ટેશન, પાવર સ્ટેશન અનેJNPT આવેલ છે, જેને લઇને જાખમ વધુ હોવાથી સ્થાનિક પોલીસ દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY