સોશ્યલ મિડિયા પર અન્યોનાં નામ પણ ચમકી રહ્યાં છે
મુંબઇ,તા.૨
અભિનેતા ફિલ્મ સર્જક બેન એફ્લેકે છોડી દીધેલો બેટમેનનો રોલ ઇન્ટરનેશનલ અભિનેત્રી પ્રિયંકા ચોપરાનો પતિ અભિનેતા નીક જોનસ કરશે એવી વાતો સોશ્યલ મિડિયા પર વહેતી થઇ હતી. બેને આમ તો આ સિરિઝની માત્ર બે ફિલ્મો કરી છે- બેટમેન વર્સેસ સુપરમેનઃ ડાન આૅફ જસ્ટિસ અને જસ્ટિસ લીગ. પરંતુ એણે પોતાના વિશિષ્ટ અભિનય દ્વારા કરોડો લોકોને મુગ્ધ કર્યા હતા. સૂસાઇડ સ્ક્વોડના એના કેમિયોને ધ્યાનમાં રાકીએ તો ત્રણ ફિલ્મો ગણાય.
હવે જે અભિનેતા બેટમેનનો રોલ કરે એણે બેન એફ્લેકના અભિનયને ભૂલાવે એવું કામ કરી દેખાડવું પડે તો જ ફિલ્મ હિટ નીવડે.
આમ તો સોશ્યલ મિડિયા પર હોલિવૂડના બીજા કેટલાક અભિનેતાઓનાં નામ ક્્યારના ચમકી રહ્યાં છે. ખાસ કરીને કીટ હેરિંગ્ટન અને જેક ગાઇલેનહાલ આ બે નામો વધુ ચમકી રહ્યાં હતાં. એટલામાં નીક જાનસનું નામ ઊછળતાં બેટમેનના ચાહકો સ્તબ્ધ થઇ ગયા હતા એવું પિપલ્સ ડાટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.
જા કે નીકનું નામ કોઇએ સૂચવ્યું નથી. આ ઇન્ટરનેશનલ ગાયકે પોતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી કે મારે બેટમેનનો રોલ કરવો છે. અગાઉ એણે જુમન્જીઃ વેલકમ ટુ ધ જંગલમાં એક રોલ કર્યો હતો.હવે જાવાનું છે કે મેટ રીવ્ઝ અને વોર્નર બ્રધર્સ એની ઉમેદવારીનો કેવો અને શો જવાબ આપે છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





