સૌરાષ્ટ્રમાં મોનસુન જારદાર સક્રિય : ચેતવણી અકબંધ છે

0
9

અમદાવાદ, તા.૧૭
સૌરાષ્ટ્ર-કચ્છ પર મોનસુન જારદારરીતે સક્રિય થયેલું છે જેના પરિણામ સ્વરુપે અતિભારે વરસાદ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારમાં થઇ રહ્યો છે. ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આગામી પાંચ દિવસ માટે અકબંધ રાખવામાં આવી છે. ભારે વરસાદની સ્થતિ વચ્ચે એનડીઆરએફની ૨૦ ટીમો સક્રિય છે અને બીજી પાંચ ટીમો મંગાવવામાં આવી રહી છે. ઉભી થયેલી સ્થતિ વચ્ચે તંત્ર હાઈએલર્ટ ઉપર છે. સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. હવામાન ખાતાએ આગામી ૨૪ કલાકમાં આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતાં સ્થાનિક પ્રજાજનો ચિંતામાં મૂકાયા છે ત્યારે બીજીબાજુ, તંત્રને એકદમ હાઇએલર્ટ પર રખાયું છે. હવામાન ખાતા દ્વારા ગુજરાત રાજ્યમાં આવતા ૨૪ કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પંથકો ઉપરાંત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, મહેસાણા, અરવલ્લી, અમદાવાદ, ખેડા, વડોદરા, આણંદ, ડાંગ, તાપી, ભરુચ, નર્મદા તેમજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ, અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પૂરી શકયતા છે. રાજયમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્રને હાઇએલર્ટ કરી દેવાયું છે. રાજ્યમાં વધુ વરસાદની શક્યતાને જોતા રાહત અને બચાવ કામગીરી માટે હાલ એનડીઆરએફની પાંચ ટીમ સહિતની રાહત-બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, વધુ પાંચ ટીમો પણ ગુજરાતમાં આવી રહી છે. એનડીઆરએફની ટીમો રાજ્યભરમાં મદદ માટે તૈયાર રાખવામાં આવી છે. પુણેથી વધારાની ટીમ પણ મંગાવવામાં આવી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY