લિવર સિરોસિસના દર્દીઓને બાયો આર્ટિફિશિયલ લિવર નવજીવન આપશે

0
41

લિવરમાં અન્ય કૃત્રિમ લિવરની જેમ લિવર શેલ મરતા નથી
કાનપુર,તા.૧૨
ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાન કાનપુરમાં બનાવવામાં આવેલું આર્ટિફિશિયલ લિવર સિરોસિસના દર્દીઓ માટે વરદાનરૂપ સાબિત થશે, જેના દ્વારા માનવીને નવી જિંદગી મળી શકશે. આ લિવરમાં અન્ય કૃત્રિમ લિવરની જેમ લિવર શેલ મરતા નથી, જેના કારણે જે તે દર્દીઓને તેનો ઝડપથી લાભ મળી શકશે.
આઈઆઈટીના નિષ્ણાતોએ ઉંદર અને ભૂંડ પર આ અંગે સફળ પરીક્ષણ કર્યું હતું, જ્યારે લિવર સિરોસિસના ૨૦૦ દર્દીઓના લોહીમાં પ્રયોગ કરવામાં આવતાં તેનું સારું પરિણામ મળી શક્યું છે. આ પરીક્ષણમાં જાપાનના વિજ્ઞાનીઓએ ટેકનિકલ સહકાર આપ્યો છે, જ્યારે દિલ્હીની ઈન્સ્ટિટટ્યૂટ ઓફ લિવર એન્ડ બાઈલરી સાયન્સીસ (આઈએલબીએસ) અને કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ બાયોલોજી એન્ડ ટેકનોલોજી (ડીબીટી) સાથે મળી આ કૃત્રિમ લિવર તૈયાર કર્યું છે. આઈઆઈટી નિષ્ણાતોએ તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પેટન્ટ કરાવ્યું છે.
જીએસવીએમ મેડિકલ કોલેજના પ્રો.વિનય કુમારના જણાવ્યા અનુસાર લિવરમાં ત્રણ પ્રકારની તકલીફ હોય છે, જેમાં હિપેટોમિગેલી સમસ્યામાં લિવરનો આકાર વધી જાય છે. બીજી સમસ્યા લિવર સિરોસિસની હોય છે, જેમાં લિવર કામ કરતું બંધ થઈ જાય છે, જે દારૂના વધુ સેવનથી થાય છે.
જ્યારે ત્રીજી સમસ્યા લિવર કારસીનોવા કહેવાય છે, તેમાં કેન્સર થઈ જાય છે. એક માહિતી અનુસાર દેશનો દર બીજા નાગરિક હિપેટોમિગેલીની સમસ્યાથી પીડાય છે ત્યારે કાનપુરની આઈઆઈટીમાં તૈયાર કરવામાં આવેલું આ આર્ટિફિશિયલ લિવર લિવર સિરોસિસના દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ શકે તેમ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY