આઠ ફૂડ કાઉન્ટર શરુ કરાશે,અન્ય એરપોર્ટ પર આ પ્રકારની વ્યવસ્થાની આશા
ઈન્દોર,તા.૧૨
દેશનાં અન્ય એરપોર્ટની સરખામણીએ હવે ઈન્દોરના એરપોર્ટ પર આગામી દિવસોમાં સૌથી સસ્તું ભોજન મળતું થઈ ગયું છે, જેમાં માત્ર ૬૦ રૂપિયામાં જ ભોજનની થાળી મળશે. આ અંગે એરપોર્ટના ડાયરેક્ટર અર્યમા સાન્યાલે જણાવ્યું કે એરપોર્ટ પર આવતા યાત્રિકો અને તેમની સાથે આવતાં તેમનાં પરિવારજનો કે સગાં-સ્નેહીઓ અને મિત્રોએ એરપોર્ટ પર રોકાવાનું થાય છે ત્યારે તેમને નાસ્તો કે ભોજન કરવાની ઈચ્છા તો હોય છે પણ એરપોર્ટ પર મળતી ખાણી-પીણીની ચીજા મોંઘી હોવાથી મોટા ભાગના લોકો નાસ્તો કે ભોજન વિના ચલાવી લેતા હોય છે.
તેથી ઈન્દોર એરપોર્ટ પર હવે યાત્રિકો તેમજ તેમની સાથે આવતા લોકોને સારો અને સસ્તો નાસ્તો તેમજ ભોજન મળે તે આશયથી આઠ ફૂડ કાઉન્ટર શરૂ કરવાનું આયોજન કરાયું છે, જેમાં નાસ્તા અને બેકર પોઈન્ટના નામે હાલ બે આઉટલેટ ખોલવામાં આવ્યા છે, જેમાંથી લોકોને માત્ર ૬૦ રૂપિયામાં થાળી મળી રહેશે.
આ થાળીના મુંબઈ એરપોર્ટ પર ૫૫૦ રૂપિયા લેવામાં આવે છે. તે જ થાળી ૬૦ રૂપિયામાં આપવામાં આવશે. કંપનીના જનરલ મેનેજર (ઓપરેશન) મનોજ ભાટિયાએ જણાવ્યું કે અમે દિલ્હી અને મુંબઈથી ૧૦ શેફને અહીં બોલાવ્યા છે અને તેઓ આ આઉટલેટમાં જ યાત્રિકો માટે ખાણી-પીણીની ચીજા બનાવશેપ જેમાં ઈડલી-સંભાર ૬૦, ભોજનની થાળી ૬૦, વડાંપાંઉ ૫૦, આલુપરોઠા ૭૦, સમોસા ૩૦ અને વડાસંભાર ૬૦ રૂપિયામાં મળશે, જે બહાર મળી રહેશે. ટર્મિનલની અંદરના કાઉન્ટર પરથી ભોજનની થાળી નહિ મળે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"