ન્યુ દિલ્હી,તા.૩૦
બેન્કમાં લઘુત્તમ બેલેન્સ જાળવી રાખનારા ગ્રાહકોને જે ‘ફ્રી સવિર્સ’ પૂરી પાડવામાં આવે છે તેના પર હવે તેમણે ટેકસનો સામનો કરવો પડશે. એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ બેન્ક, એચડીએફસી બેન્ક, પીએનબી અને એક્સિસ બેન્ક જેવી બેન્કો ખર્ચમાં થયેલા આ વધારાને ગ્રાહકો પર નાખવા વિચારે છે. છેલ્લા બે મહિના દરમિયાન ટેકસ વિભાગે બેન્કોને આ પ્રકારની નોટિસ જારી કરી છે. આ નોટીસના કારણે બેન્કો ચેક બૂકસ, વધારાનું ક્રેડીટ કાર્ડ, વધારાના એટીએમ યુસેજ, ફયુઅલ સરચાર્જના રિફંડ જેવી સવિર્સિસ પર માસિક કે ત્રિમાસીક ધોરણે ૧૮ ટકા જીએસટી ઉઘરાવશે.
એપ્રિલમાં જારી કરવામાં આવેલ નોટીસ કરતાં આ જીએસટી નોટિસ અલગ છે, તેમાં બધી બેન્કો પાસેથી સવિર્સ ટેકસ અને દંડ પેટે રૂ.૪૦,૦૦૦ કરોડ વસૂલવાની વાત હતી. તેમણે જણાવ્યું હતું કે, મોટા ભાગની બેન્કો જીએસટીનો ખર્ચ ગ્રાહક પર પસાર કરવા વિચારી રહી છે. આ ખર્ચ સીધો પસાર કરવામાં આવશે અને આ રકમ સીધી સરકારના ખાતામાં જમા થશે. એમ ઇન્ડિયન બેન્કસ એસોસિયેશન (આઇબીએ)ના સીઇઓ વીજી કન્નને જણાવ્યું હતું. હવે ગ્રાહક પર કેટલો ચાર્જ કરવો તે ચાર્જ દરેક બેન્કે જુદો જુદો હશે અને તેનો આધાર કેટલી ફ્રી સવિર્સિસનું મૂલ્ય થાય છે. મોટા ભાગની બેન્કો ગ્રાહકોને વિવિધ પ્રકારના ખાતા ઓફર કરે છે. દરેક પ્રકારના ખાતામાં કેટલીક સવિર્સ પૂરી પાડે છે. કેટલીક બેન્ક માપદંડમાં એક લઘુત્તમ બેલેન્સ જાળવી રાખવાની વાત છે અને ગ્રાહકોને તે કેટલીક ફ્રી સવિર્સિસ પૂરી પાડે છે. ટેકસ વિભાગ ઇચ્છે છે કે બેન્કો દ્વારા ફ્રી સેવા પૂરી પાડવા બદલ કોઇ ચાર્જ વસૂલાતો નથી તો તેના પર ઇનડાયરેકટ ટેકસ વસૂલવો જાઇએ. જીએસટીની ગણતરી જે ગ્રાહકો મિનિમમ એકાઉન્ટ બેલેન્સ જાળવતા નથી તેમન પાસેથી વસૂલાતા ચાર્જના આધારે કારશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





