ભરૂચના દહેગામ યુવક મંડળ તથા સ્પોન્સર અબ્દુલ્લાહ એદ,યુ.કે દ્રારા કેરલના પુરગ્રસ્ત લોકોને મદદ રૂપ થવા જીવન જરૂરિયાત ની રાહત કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

કેરલ રાજ્યમાં વરસાદ અને પુરે અખાય રાજ્યમાં તબાહી મચાવી સ્થાનીય લોકોનું જીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યું છે.જ્યાં જોવો ત્યાં લોકોના મકાનો જમીનોને ભારે નુકશાન અને કેટલાય લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે.ત્યારે લોકો પાસે ખાવા થી લઈને પહેરવા કપડાં પણ ન હોઈ આખાય કેરલ રાજ્ય આર્થિક રીતે પાયમાલ થઈ ગયું છે.ત્યારે ભારત સહિત વિશ્વમાંથી લોકો કેરલ રાજ્યની આર્થિક રીતે મદદ થવા રૂપિયા,અનાજ, કપડાં, જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મોકલી રહયા છે.

ત્યારે આપણાં ગુજરાત અને ભરૂચના લોકો પણ લોકની મદદ રૂપ થવા પાંછા હતે તેમ ક્યાં છે.ભરૂચ તાલુકાના દહેગામના ઉત્સાહી યુવાન સરપંચ તથા દહેગામ યુવક મંડળ,ઝંખવાવ ના ઈનાયત પટેલ,કોઠીના નઈમ પટેલ તથા સ્પોન્સર અબ્દુલ્લાહ એદ, યુ.કે ના મદદ થી ૨૦૦ થી વધુ રાહત કિટો લઈને કેરલ રાજ્યના પુર ગ્રસ્ત લોકોને પોતાના હસ્તે વિતરણ કર્યું હતું.સતત ચાર થી પાંચ દિવસ ત્યાં રોકાઈ પુરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને જેટલી થઈ શકે એટલી મદદ કરવાની પણ ખાતરી દહેગામ યુવક મંડળ દ્રારા આપવામાં આવી હતી.અને દેશના દરેક રાજ્યો,જિલ્લાઓ,કેરલ રાજ્યના લોકોને બનતી મદદ કરે એવી અપીલ પણ કરવામાં આવી છે.

દહેગામ યુવક મંડળ ની રાહત કિટની મદદ મેળવી કેરલ વાસીઓએ દહેગામ યુવક મંડળ અને અબ્દુલ્લાહ એદ,યુ.કે નો ખરા દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






