વ્યાજખોરોનો આતંક : યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો,સુસાઈડ નોટ મળી

0
19

સુરત,તા.૮
ઉધના ઝોન ઓફિસ બહારથી એક યુવક દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકે લખેલી ચાર પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં વ્યાખોરોના ત્રાસથી માનસિક તણાવમાં આકરું પગલું ભરી રહ્યો હોવાનું લખ્યું છે.
મળતી માહિતી પ્રમાણે, સચીન ખાતે શેખ રહીમ સલીમ શેખ પરિવાર સાથે રહે છે. ગામમાં મકાન બનાવવા માટે પિતાન કહેવાથી એક પ્લોટની ફાઈલ મૂકી ૨ લાખ રૂપિયા ૨ ટકાના વ્યાજે ફાયનાન્સક પાસેથી રૂપિયા લીધા હતા. ત્યારબાદ ૮ મહિના વ્યાજ આપ્યું હતું. ૨ મહિના વ્યાજ ન આપી શકતા ભગવતી નામના વ્યાજખોર દ્વારા ઘમકી આપવામાં આવી હતી. ત્યારબાદ કોરા કાગળ પર સહી કરાવી લીધી હતી. આખરે કોઈ રસ્તો ન નજરે પડતા શેખ રહીમે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઉધના ઝોન ઓફિસ બહારથી ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેથી ૧૦૮ની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. રહીમના ખીચ્ચામાંથી એક દવાની બોટલ પણ મળી આવી હતી.
રહીમે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, વ્યારખોરોએ ધમકીઓ આપી ઉન પાટીયા ખાતે રહેલું ૧૨ લાખનું મકાન ૮ લાખમાં વેચાવી નાખ્યું હતું. જેમાંથી વ્યાજખોર ભગવતીએ ૪.૩૦ લાખ કાપી લીધા હતા. ટેમ્પો ચલાવવાના ધંધામાં મંદી આવતા પિતાએ ફરી ૧ લાખ લેવડાવ્યા હતા. ત્યારબાદ પિતા અને પત્નીએ પણ દગો કર્યો હતો. પોલીસે પણ સાથ સહકાર આપ્યો ન હતો. જેથી ભગવતી મળવા ગયો હતો. જ્યાં ધમકી આપી કાઢી મૂક્્યો હતો. છેવડે કોઈ રસ્તો ન રહેતા આપઘાતનું પગલું ભર્યું હતું. રહીમે સુસાઈડ નોટમાં ૬ લોકોના નામ લખ્યા છે. જેમાં પિતા, પત્ની અને વ્યાજખોર અને તેના મિત્રોનું નામ લખ્યું છે.

(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY