ન્યુ દિલ્હી,તા.૧૭
ચીનની મદદ મળતી હોય એવા દેશોને ચેતવણી આપતાં લશ્કરના વડા જનરલ બિપિન રાવતે પૂણેમાં કહ્યું કે જે દેશોએ ચીન પાસેથી આર્થિક મદદ લીધી છે,તેમને ટૂંક સમયમાં જ અહેસાસ થશે કે કંઇ પણ મફતમાં મળતું નથી. તેઓ બિમ્સ ટેક સૈન્ય અભ્યાસ ૧૮ના સમાપન સમારોહમાં મીડિયાને સંબોધિત કરી રહ્યા હતા.
હાલમાં જ નેપાળ અને ચીનની વચ્ચે સબંધો ગાઢ બન્યા છે. એ અંગે પૂછાયેલા સવાલના જવાબમાં જનરલ રાવતે કહ્યું કે, કોઇ પણ દેશ જે આર્થિક વિકાસ કરવા ઇચ્છે છે તેણે તેને દ્વીપક્ષીય કે બહુપક્ષીય સહયોગના માર્ગ શોધવા પડે છે. ચીનની પાસે પૈસા છે, તો હવે તે બહુ ખર્ચ કરી રહ્ું છે, પરંતુ જે દેશ એવી મદદ લઇ રહ્યા છે, તેને થોડા સમયમાં જ સમજાઇ જશે કે કંઇ પણ મફતમાં મળતું નથી.
સૈન્ય વડાએ કહ્યું કે એવા સબંધ અસ્થાયી હોય છે અને જે રીતે વૈશ્વિક સામાજિક- આર્થિક પરિદૃશ્ય બદલાય છે, તે મુજબ આ સબંધ પણ બદલાઇ જશે. જનરલ રાવતે કહ્યું કે, તેનું સૌથી યોગ્ય ઉદાહરણ અમેરિકા અને પાકિસ્તાનની વચ્ચે સબંધ છે, જે હવે એવા રહ્યા નથી. એ સંજાગોમાં એવા અસ્થાયી જાડાણને લઇને ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણી અર્થ વ્યવસ્થાને મજબુત બનાવવી પડશે.
દક્ષિણ પૂર્વ એશિયા ક્ષેત્રમાં પ્રભાવ પાડવા માટે બંને દેશો એક બીજાની પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. સૈન્ય વડાએ કહ્યું કે, ભારતનો આર્થિક વિકાસ આતંકવાદના જાખમને ઓછો કરવામાં મદદ કરશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



