ન્યુ દિલ્હી,તા.૧૬
કેન્દ્રની મોદી સરકાર બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભાઇ પટેલની સાથે હવે નેતાજી સુભાષ ચંદ્ર બોઝના રસ્તા પર ચાલવાની તૈયારી કરી રહી છે. ૨૧ ઓક્ટોબરે કેન્દ્રની બીજેપી સરકાર નેતાજી દ્વારા બનાવવામાં આવેલી આઝાદ હિન્દ ફોજની ૭૫મી વર્ષગાંઠ ઉજવવામાં આવશે. આ દિવસે નવી દિલ્હી સ્થિત લાલ કિલ્લામાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત સરકારના મોટા મંત્રીઓ અને આઝાદ હિન્દ ફોજ સાથે જાડાયેલા લોકો હાજર રહશે.
૨૧ ઓક્ટોબરે આઝાદ હિન્દ ફોજની ૭૫મી વર્ષગાંઠના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક સંગ્રાહલયનું ઉદ્ઘાટન પણ કરવાના છે. આ સંગ્રાહલયમાં આઝાદ હિનદ ફોજ અને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ સાથે જાડાયેલી વસ્તુઓને મુકવામાં આવશે. તે દરમિયાન રિટાયર સેના અધિકારી અને આઝાદ હિન્દ ફોજ સાથે જાડાયેલા લોક હાજર રહેશે.
આ ઉપરાંત પીએમ મોદી ૩૦ ડિસેમ્બરે આંદામાન અને નિકોબારના પોર્ટ બ્લેયરની પણ મુલાકાત લેશે. પોર્ટ બ્લેયરમાં ૭૫ વર્ષ પહેલા આ જ દિવસે ૧૯૪૩માં પ્રથમ વખત ભારતીય જમીન પર સૌથી પહેલા નેતાજી સુભાષ ચંદ્ર બોઝે ઝંડો ફરકાવ્યો હતો. આ ઝંડો આઝાદ હિન્દ ફોજનો હતો. પીએમ મોદી નેતાજી દ્વારા પ્રથમ વખત ભારતીય ભૂમિ પર ધ્વજ ફરકાવવામાં આવેલા ૭૫મી વર્ષગાંઠ પર પોર્ટબ્લેયરમાં આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે.
આ દિવસની યાદમાં પીએમ મોદી ત્યાં ૧૫૦ ફૂટ ઉંચો ઝંડો પણ ફરકાવશે. નેતાજીની યાદમાં પીએમ મોદી એક સ્મારક ટપાલ ટિકીટ અને સિક્કા પણ તૈયાર કરવાશે. ત્યારબાદ પીઅમે સેલુલર જેલની પરણ મુલાકાત લેશે. તે સમયે રાજકીય માહોલ વચ્ચે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને ટક્કર આપવા માટે નેતાજીને લઇ સરકારના આ કાર્યક્રમને હુકમનો એક્કા તરીકે જાઇ શકાય છે.(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



