ભાજપ અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ : અમિત શાહ

0
9

કોંગ્રેસ પરિવારવાદ અને તૃષ્ટિવાદનો પર્યાય છે
જયપુર,તા.૨૨
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જયપુરમાં કહ્યું કે, પાર્ટી અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે કટિબદ્ધ છે અને તે પોતાના આ સંકલ્પથી જરા પણ પાછળ નહીં હટે. તેની સાથે શાહે કોંગ્રેસ પર પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ પરિવારવાદ અને તૃષ્ટિવાદનો પર્યાય છે. વંશવાદનું તેનાથી મોટું ઉદાહરણ બીજું શું હોઇ શકે કે કોંગ્રેસ પાર્ટી ભારત માતાનો સૂત્રોચ્ચાર રોકી સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની જય બોલાવશે.
જયપુરના એક ખાનગી સ્કૂલમાં રાજ્યની સાત વિભાગોના યુવાઓની સાથે સંવાદ કાર્યક્રમ ‘યુવા રી વાત અમિત શાહ કે સાથ’ને સંબોધિત કરતા શાહે કહ્યું કે, જે લોકોને ભારત માતાની જય બોલવામાં શરમ આવે છે, તેમને આ ધરતીનું અન્ન ખાવામાં પણ શરમ આવવી જાઇએ.
તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી વસુંધરા રાજેની સરકારની ઉપલબ્ધિઓની વ્યાખ્યા કરવા માટે એક જ વાક્્ય ઘણું છે- રાજસ્થાનમાં એવો એકે પરિવાર નથી જેનાથી રાજ્યની બીજેપી સરકારથી કોઇ લાભ થયો ન હોય. સમાજના દરેક વર્ગો સુધી વિકાસને પહોંચાડવા માટે અભૂતપૂર્વ કાર્ય વસુંધરા સરકારે કર્યું છે.
તેમણે કહ્યું કે, દેશને ગઠબંધનના નેતૃત્વવાળી મજબૂર સરકાર નહીં, પરંતુ મોદીના નેતૃત્વવાળી મજબૂત સરકારની જરૂર છે. તે દરમિયાન અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઇને પાર્ટીની પ્રતિબદ્ધતાના સવાલ પર શાહે કહ્યું, અયોધ્યામાં જ્યાં રામલલા બિરાજમાન છે, તેજ સ્થાન પર ભવ્ય રામ મંદિર બનેલું છે, તેના માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અને આ અમારો દેશને વાયદો છે. તેમાં એક ઇંચ પણ પાછળ હટવાનો કોઇ સવાલ જ ઉભો થતો નથી. શાહ અનુસાર, બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, તે આ મુદ્દાને લઇને ન્યાયિક સમાધાન ઇચ્છે છે અને ત્યાં જલ્દીથી રામ મંદિર બનાવવા માંગે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY