મોદી સરકાર પરંપરા તોડશે, ચૂંટણી વર્ષમાં પણ ફૂલ બજેટ રજૂ કરશે

0
4
આ પહેલા મોદી સરકારે બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કર્યુ હતુ અને સંસદની પરંપરા તોડી હતી
ન્યુ દિલ્હી,તા.૨૨
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વર્ષોથી ચાલી આવતી પરંપરા તોડશે અને ચૂંટણીનાં વર્ષમાં આખુ બજેટ સંસદમાં રજૂ કરશે. સામાન્ય રીતે, લોકસભાની ચૂંટણીનું વર્ષ હોય ત્યારે સત્તા પર રહેલી સરકારો વોટ ઓન એકાઉન્ટ રજૂ કરતી હોય છે અને ચૂંટણી પછી નવી સરકાર રચાય તે તેનું બજેટ રજૂ કરે છે. મોદી સરકારની નીતિથી જાણકારો એમ કહે છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પણ તેમની જ સરકાર બનશે તેઓ તેમને આત્મવિશ્વાસ છે.
આ પહેલા, મોદી સરકારે બજેટ ૧ ફેબ્રુઆરીએ રજૂ કર્યુ હતુ અને સંસદની પરંપરા તોડી હતી. આમ કરવા પાછળનું કારણ એમ કહેવાય છે કે, સરકારનાં અલગ અલગ વિભાગો તેમને ફાળવવામાં આવેલા નાણા સમયસર વાપરી શકે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આવી જ રીતે, હવે સરકાર ચૂંટણીનાં વર્ષમાં પણ આખુ બજેટ રજૂ કરશે. કેમ કે, ભારત એક મોટુ અર્થતંત્ર છે અને ચૂંટણીનાં વર્ષમાં બે વખત બજેટ રજૂ થાય એ યોગ્ય નથી.
આ માટે સરકારે પ્રક્રિયા હાથ ધરી દીધી છે. સરકારે તેના વિવિધ વિભાગોને પત્ર લખીને જાણ કરી છે કે, નવેમ્બર ૩૦ પહેલા તેમનાં સૂચનો નાણા મંત્રાલયને મોકલી આપવા જેથી તે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે તેને નાણામંત્રીના ભાષણમાં તેને સમાવી લેવાય.
આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, સરકાર બજેટમાં સાતત્યતા ઇચ્છે છે. અર્થતંત્રમાં કોઇ અડચણ ન આવે એટલા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને આગામી નાણાકીય વર્ષનું સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. સરકાર આર્થિક સર્વે પણ સંસદમાં રજૂ કરશે. સામાન્ય રીતે, આ કામ નવી સરકાર પર છોડવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY