પાણી વગરના રૂપાણી આ મારી મગફળી સુકાણી : ખેડૂતનો આક્રોશ સાથેનો વીડિયો વાયરલ

0
15

રાજકોટ,તા.૪
મુખ્યમંત્રી વિજય રૂપાણી પર એક ખેડૂતે આક્રોશ ઠાલવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વીડિયો સૌરાષ્ટ્ર જ એક ખેડૂતનો હોવાનું જાણવા મળી રહ્યું છે. વીડિયોમાં ખેડૂતે જણાવ્યું છે કે, હાથમાં છે પાવડો ને ધોરિયામાં પાણી, પાણી વગરના રૂપાણી આ મગફળી મારી સુકાણી.
ખેડૂત વધુમાં જણાવે છે કે, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અત્યારે ખેડૂતોની દશા કેવી ચાલી રહી છે? વરસાદ પણ હવે વરસતો નથી. આ ગુજરાત સરકાર પાણી આપતી નથી. ખેડૂતોને તો ઉપર આભ અને નીચે ધરતી અને વચમાં ખેડૂતો પીસાય છે. કેનાલની અંદર ખેડૂતોને પાણી આપવામાં આવશે પાક બચાવવા માટે. તમે આવો અમારી માળીયા બ્રાન્ચની અંદર, ધોરાજી બ્રાન્ચની અંદર કે મોરબી બ્રાન્ચની અંદર એક પણ કેનાલમાં પાણી છેક પહોંચતું નથી. અરે ખેડૂતોની આવી હળાહળ મશ્કરી કરો છો? શરમ નથી આવતી તમને? હજી ચેતી જાવ તો સારી વાત છે. ૨૦૧૯ નજીક જ આવે છે. ગત ચૂંટણીમાં અમે ભાજપને ૨૬માંથી ૨૬ સીટો આપી હતી. પણ જા ખેડૂતોને પાણી નહીં આપો તો તમામ ૨૬ સીટો કોંગ્રેસને આપીશું. અરે રૂપાણી તમે આવી મશ્કરી કરો છો? આ વીડિયોમાં કોઇ ખેડૂત પોતાની મગફળી સુકાઇ જવાને કારણે આકરા શબ્દોમાં રૂપાણી સરકાર પ્રત્યેનો પોતાનો રોષ ઠાલવી રહ્યો હોવાનું લાગી રહ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY