પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી : ટીવી પર સૌથી વધુ જાહેરખબર આપવામાં ભાજપ અગ્રેસર

0
7

ન્યુ દિલ્હી,તા.૨૩
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ટીવી પર જાહેરખબરો આપવામાં ભાજપ સૌથી આગળ છે. બીએઆરસીના ડેટા પ્રમાણે ૧૬ નવેમ્બર સમાપ્ત થયેલા સપ્તાહમાં ભાજપે વિમલ પાનમસાલા કરતા પણ વધુ એડવટાર્‌ઇઝમેન્ટ આપી હતી. ભાજપ પછી જાહેરખબરો આપવામાં નેટફિલકસ અને ટ્રિવાગો અનુક્રમ બીજા અને ત્રીજા ક્રમે હતી. જાહેરખબર આપવામાં તેઓ કન્ઝયુમર ગૂડ્‌સ કંપની એચયુએલ, રેકિટ બેન્કિસર, એમેઝોન કરતા પણ આગળ છે.
ગયા સપ્તાહમાં ભાજપ બીજા ક્રમે હતો પણ ત્યાર પછી તે તમામ ચેનલ પર પ્રથમ ક્રમે છે. ટોચના દસ એડવટાર્‌ઇઝર્સમાં કોંગ્રેસ કયાંય નથી. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા, રાજસ્થાન અને મિઝોરમમાં ચૂંટણી આવી રહી છે. મતદાનના અમુક તબકકા પૂરા પણ થઇ ગયા છે. મોટા ભાગનું વોટિંગ હવે ડિસેમ્બરમાં થશે.
આગામી ચૂંટણીને ‘કિંગ મેકર્સ ઇલેકશન’ તરીકે જાવામાં આવે છે. તેથી તમામ પક્ષો માટે બહુ મોટો જુગાર રહેશે. આ ચૂંટણીઓમાં આવનારા પરિણામની અસર સામાન્ય ચૂંટણી પર પડશે. આગામી વર્ષે એપ્રિલ-મેમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આ વિશે ભાજપને કરવામાં આવેલ ફોન કોલનો જવાબ મળ્યો ન હતો.
ડેન્ટસુ એજિસ નેટવર્ક (ડીએએન)ના ચેરમેન અને સીઇઓ, સાઉથ એશિયા, આશિષ ભસીને જણાવ્યું કે, ચૂંટણીની સિઝન હજુ શરૂ જ થઇ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY