ન્યુ દિલ્હી,તા.૨૩
કેન્દ્ર સરકારે ચાઈલ્ડ પોર્નોગ્રાફીના મામલામાં શિક્ષાત્મક જાગવાઈઓને વધુ કડક બનાવવાનો નિર્ણય લીધો છે. બાળકો સાથે જાડાયેલી અશ્વલીલ સામગ્રીના વ્યાવસાયિક ઉપયોગના મામલામાં સરકારે ત્રણ વર્ષની સજાને વધારીને પાંચ વર્ષ અને વધુમાં વધુ સાત વર્ષ સુધીની કરી નાખી છે.
સરકારે આ અંગે અપરાધને સ્પષ્ટ રીતે પરિભાષિત કર્યો છે. વિવિધ પ્રકારના અપરાધોમાં સજાના વિસ્તારને વધારી દેવામાં આવ્યો છે. હવે એક જ અપરાધ બીજી વખત કરવા પર વધુ સજા ભોગવવી પડશે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તરફથી પોક્સો એક્ટમાં સંશોધનના પ્રસ્તાવને મંજૂરી આપ્યા બાદ કાયદા મંત્રાલયે તેના ઉપર પોતાની મહોર લગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હવે અંતિમ મંજૂરી માટે આ પ્રસ્તાવને કેબિનેટ સમક્ષ મોકલવામાં આવી શકે છે.
કાયદાની કલમ ૧૫-૧ હેઠળ જાગવાઈ કરવામાં આવી છે કે અશ્વલીલ સામગ્રી રાખવા પર પહેલી વખત અપરાધની સ્થિતિમાંએક હજાર રૂપિયા અને બીજી વખત એ જ અપરાધ કરવા ઉપર પાંચ હજાર સુધીનો દંડ લાગી શકે છે.
જ્યારે બીજી શ્રેણી હેઠળ જા કોઈ સામગ્રીનો પ્રચારકરવામાં આવે છે તો ત્રણ વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકે છે. ત્રીજી શ્રેણીમાં આ સામગ્રીનો ઉપયોગ વ્યાવસાયિક ઉપયોગ કરવા ઉપર પહેલી વખત અપરાધમાં ત્રણથી પાંચ વર્ષની સજા થઈ શકે છે. બીજી વખત અપરાધ કરવા પર પાંચ વર્ષ સુધીની સજા થશે જે સાત વર્ષ સુધી વધારવામાંઆવી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






