તિરુવનંતપુરમ્,તા.૧૨
કોંગ્રેસ નેતા શશિ થરુરે ફરી એક વખત વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે, જા આગામી ચૂંટણીમાં ભાજપ સત્તામાં આવશે તો તેઓ બંધારણ બદલી દેશે અને ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’માં ફેરવી દેશે. થરુરે જણાવ્યું કે, સંઘ પરિવારના દરેક વિચારક ઈચ્છતા હતા કે, ભારતીય બંધારણનો ત્યાગ કરી દેવામાં આવે.
તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ થરુરે કહ્યુ, ભાજપ સરકારને મોટા ફેરફાર કરવા માટે બંધારણ સંશોધનની જરૂર પડશે. તે માટે તેમણે લોકસભા અને રાજ્યસભામાં ૨/૩ બહુમતી અને અડધા રાજ્યોમાં બહુમતની જરૂર છે. એનડીએ સહયોગીઓ સાથે લોકસભામાં ૨/૩ બહુમત છે અને તેમની પાસે અડધાથી વધારે રાજ્યો પણ છે. માત્ર રાજ્યસભામાં બહુમતી નથી. પરંતુ ચાર-પાંચ વર્ષોમાં તેઓ રાજ્યસભામાં પણ બહુમતી મેળવી લેશે.
થરુરે કહ્યુ, ભાજપ ત્રણેય તાકાત મેળવી લેશે ત્યારે હાલના ભારતીય બંધારણને ઉખાડીને ફેંકી દેશે અને એક નવું બંધારણ લખશે. તેમનું નવું બંધારણ હિન્દુ રાષ્ટ પ્રમાણેનું હશે. તેઓ અલ્પસંખ્યકો માટે સમાનતાના અધિકારો હટાવી દેશે. ત્યારપછી ભારતની સ્થિતિ ‘હિન્દુ-પાકિસ્તાન’ જેવી થઈ જશે. ત્યારપછી ભારત તે નહીં રહે જેના માટે ગાંધી, નહેરુ અને સ્વતંત્રતા સેનાઓ આઝાદી માટે લડાઈ લડ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



