રાજકીય ફાયદામાં માણસના જીવનની કિંમત સૌથી વધારે છે તે ક્યારે સમજાશે….!!?

0
8

ઉત્તર પ્રદેશમાં ફરી એક વાર ગૌહત્યાને મામલે ઘમસાણ શરૂ થયું છે ને આ વખતે તેનું એપીસેન્ટર બુલંદશહર છે. બુલંદશહરના મહાવ ગામ પાસેનાં જંગલમાંથી ૨૫ ગાયોનાં હાડપિંજર મળ્યાં તેમાંથી બબાલ શરૂ થઈ ને કહેવાતા ગૌરક્ષકો મેદાનમાં આવી ગયા. તેમણે લોકોને ઉશ્કેરીને ટોળું જમાવી દીધું ને પછી પોલીસ સ્ટેશન પર હલ્લાબોલ કરીને તેને ઘેરી દીધું. પોલીસ ગાયોની કતલ કરનારાં લોકોને તાબડતોબ ઉઠાવીને અંદર કરે એવી તેમની માગણી હતી. ટોળું કંઈ કહે એટલે પોલીસ કોઈને ઉઠાવીને અંદર ના કરી શકે એ બહુ સામાન્ય સિદ્ધાંત છે. પોલીસે લોકોને આ વાત સમજાવવાની કોશિશ કરી, પણ ટોળું તાનમાં હતું તેથી તેમણે કોઈની વાત ના સાંભળી ને પથ્થરમારો શરૂ કરી દીધો.
પોલીસે એ ટોળાને વિખેરવા મથામણ શરૂ કરી તેથી ટોળું ભેગું કરનારા લોકોને લાગ્યું હશે કે, આ તો કશું કર્યા વિના હવા નિકળી જશે તેથી તેમણે પોલીસ સ્ટેશનને આગ લગાડી દીધી. પોલીસ સ્ટેશનની બહાર પડેલાં વાહનોને આગ પણ લગાડી દેવાઈ ને પોલીસ કંઈ સમજે એ પહેલાં તો અચાનક ગોળીબાર શરૂ થયો. એક ગોળી સુબોધ કુમાર સિંહને વાગી ગઈ ને એ પોતાની કારમાં જ ઢળી પડ્યા. પોલીસે પણ પોતાના બચાવમાં ગોળીબાર કર્યો ને તેમાં એક ૨૧ વર્ષનો છોકરો ઢેં થઈ ગયો. આ રીતે જાત જાતામાં તો બે લોકોનું રામ બોલો ભાઈ રામ થઈ ગયું.
આપણે ત્યાં સામાન્ય રીતે રાજકીય લોકો સંડાવાયેલાં હોય એટલે કશું થતું નથી ને સરકારમાં બેઠેલા લોકો બધું દબાવી દેતા હોય છે. આ ઘટનામાં એક પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યા થયેલી તેથી સરકારમાં બેઠેલા લોકોથી કશું બોલાય એમ નહોતું તેથી તેમણે પોલીસને કમને છૂટો દોર આપવો પડ્યો. પોલીસે ધડબડાટી બોલાવીને ૨૪ કલાકમાં તો ત્રણ લોકોને અંદર કરી દીધા છે ને બીજાં ૯૦ લોકો સામે કેસ ઠોકી દીધો છે. જેમની સામે કેસ થયા છે એ બધા હિંદુવાદી સંગઠનોના ઠેકાદારો છે. અત્યારે સ્માર્ટફોન સામાન્ય થઈ ગયા છે તેથી આ ઘટનાના વીડિયો પણ ઊતરેલા. પોલીસ એ વીડિયો જાઈને એક પછી એક તોફાનીઓને અંદર કરી રહી છે. પોલીસ જે ઝડપે કામ કરી રહી છે એ જાતાં બે-ચાર દાડામાં તો મોટા ભાગના તોફાનીઓ જેલના રોટલા તોડતા હશે એવું લાગે છે.
પોલીસ બરાબર કરી રહી છે તેમાં શંકા નથી, પણ આ પ્રકારની ઘટના આપણે ત્યાં નવી નથી. છેલ્લાં કેટલાંક વરસોથી આપણે ત્યાં ગૌરક્ષાના નામે તોફાન કરવાના ને કોઈને પાડી દેવાની ઘટનાઓ બન્યા જ કરે છે. આ વખતે એક પોલીસ ઈન્સ્પેક્ટરની હત્યા થઈ તેના કારણે તેની ગંભીરતા વધી એ સાચું, પણ આવી ઘટનાઓ આપણે ત્યાં બન્યા જ કરે છે. નવી વાત સુબોધ કુમાર સિંહનાં બેને કરેલો આક્ષેપ છે ને તેને કારણે આ ઘટનામાં નવો ટિવસ્ટ આવી ગયો છે. સુબોધનાં બેનનો આક્ષેપ છે કે, સુબોધ મોહમ્મદ ઈકલાખની હત્યાની ઘટનાની તપાસ કરતા હતા તેથી તેમની હત્યા થઈ. આ કેસમાં રેલો ભાજપનાં મોટાં માથાંના પગ તળે આવે તેમ હતો એટલે કાવતરું ઘડીને સુબોધને પતાવી દેવાયા છે.
આ આક્ષેપની વાત કરતાં પહેલાં ઈકલાખની હત્યાના ફ્લેશબેકમાં જવું જરૂરી છે. ઉત્તર પ્રદેશના બિસાડા ગામમાં મોહમ્મદ ઈકલાખ નામના વૃદ્ધની ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ હત્યા થયેલી ને તેના કારણે ભારે કકળાટ મચી ગયેલો. આ મામલો ગૌહત્યા સાથે સંકળાયેલો હતો ને તેના કારણે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ટ‹નગ પોઈન્ટ આવી ગયો એમ કહીએ તો ચાલે. બિસાડા ગ્રેટર નોઈડા પાસે આવેલું છે ને જેમની હત્યા થઈ એ ઈકલાખની ઉશ્કેરાયેલા ટોળાએ હત્યા કરી નાખી હતી. ઈકલાખે ગાય કાપીને તેનું માંસ પોતાના ઘરમાં રાખ્યું છે એવી અફવા કોઈએ ફેલાવેલી. એ પછી ગામના મંદિરના પૂજારી ચંદ્રપાલે લાઉડ સ્પીકર પરથી આ વાતની જાહેરાત કરી તેમાં લોકોનું મોટું ટોળું ભેગું થઈ ગયું. ટોળાને સેન્સ ના હોય એવું અમથું નથી કહેવાયું. આ કિસ્સામાં પણ એવું જ થયું ને કશું સમજ્યા-કારવ્યા વિના ટોળું સીધું ઈકલાખના ઘરમાં ઘૂસી ગયું. ટોળાએ ઈકલાખ તથા તેના નાના દીકરા દાનિશને બેરહેમીથી ફટકાર્યો તેમાં ઈકલાખનું મોત થયું, જ્યારે દાનિશ દિવસો લગી હાÂસ્પટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈને માંડ માંડ બચેલો.
ઈકલાખના પરિવારે એ વખતે આક્ષેપ કરેલો કે ભાજપના સ્થાનિક નેતા સંજય રાણાના દીકરા વિશાલ રાણાનું આ કારસ્તાન હતું. વિશાલે જ ચંદ્રપાલને ફરજ પાડેલી કે એ મંદિરના લાઉડ સ્પીકર પરથી ઈકલાખે ગાય કાપી છે તેવી જાહેરાત કરે. વિશાલે જ ટોળાને ઉશ્કેરેલું ને તેના પાપે જ લોકોએ ઈકલાખને મારી મારીને અધમૂઓ કરી નાખ્યા ને યમધામ પહોંચાડી દીધા.
ઈકલાખની હત્યા થઈ એ વખતે જ બિહારની ચૂંટણી ચાલતી હતી તેથી ભાજપ વિરોધી પક્ષોના નેતાઓ સાગમટે તૂટી પડેલા. તેમણે દેશમાં અસહિષ્ણુતાનો માહોલ છે તેવો કકળાટ કરી નાખેલો. આ અસહિષ્ણુતાવાળું તૂત ભારે ચાલેલું ને ફેશન જ થઈ ગયેલી કે જેને પણ ટીવી પર ચમકવાના ને પબ્લિસિટીના અભરખા જાગે એ અસહિષ્ણુતાનું પિપૂડું વગાડતો ઊભો થઈ જાય.
ઈકલાખના પરિવાર તરફ હમદર્દી બતાવવાની ને ભાજપને ભાંડવાની મોસમ એ વખતે બરાબર જામી ગયેલી. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સરકાર હતી ને તેમના પિતાશ્રી મુસ્લિમ મતબૅંકના રાજકારણના ચેમ્પિયન છે. મોરનાં ઈંડાંને ચિતરવાં ના પડે એ હિસાબે અખિલેશના લોહીમાં એ બધું આવ્યું છે. અખિલેશે તક ઝડપીને એક તરફ ઈકલાખના પરિવારને ફ્લેટથી માંડીને રોકડ સુધીની સહાય જાહેર કરી દીધી ને બીજી તરફ ભાજપના કાર્યકરો સામે કેસ ઠોકીને તેમને અંદર કરી દીધેલા. બિહારની ચૂંટણી ચાલી ત્યાં લગી આ ધમાધમી બરાબર ચાલી ને જેવી ચૂંટણી પતી એ સાથે જ બધાંએ અસહિષ્ણુતાના નાટકના વાવટા સંકેલી લીધા ને પોતપોતાના ઘરે જઈને સૂઈ ગયા.
સેકિયુંલરોનો ખેલ પત્યો એટલે ભાજપનો ખેલ શરૂ થયો. ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીને એ વખતે દોઢેક વર્ષની વાર હતી ને ભાજપ મુઝફ્ફરનગરના રમખાણોના મુદ્દાને બરાબર ચગાવી રહ્યો હતો. ભાજપે તેમાં આ ગૌવંશની હત્યાનો મુદ્દો ઉમેરી દીધો ને આ બંને મુદ્દાને ચગાવીને તેમણે ઉત્તર પ્રદેશમાં હિંદુત્વની હવા જમાવીને સત્તા કબજે કરી લીધી. ભાજપે જે કર્યું એ ગંદું રાજકારણ કહેવાય પણ તેને માટે ભાજપને દોષ ના દઈ શકાય. બીજા પક્ષોએ ભાજપને ભિડાવવા એ પહેલાં આ મુદ્દે એકદમ હીન કક્ષાનું રાજકારણ રમેલું જ ને ભાજપે તેનો એ જ ભાષામાં જવાબ આપેલો.
ગૌહત્યાના મુદ્દાનો રાજકીય લાભ લેવાનો મુદ્દો આખો અલગ છે ને તેની ચર્ચા અપ્રસ્તુત છે, પણ સુબોધનાં બહેનનો આક્ષેપ ખરેખર ગંભીર કહેવાય ને આ વાત સાચી હોય તો તેના મૂળ સુધી પહોંચવું જરૂરી બને. આપણને ખબર નથી કે સુબોધ કુમારે કરેલી તપાસમાં તેમને શું હાથ લાગેલું, પણ તેમની હત્યાના કાવતરા લગી વાત પહોંચી હોય તેનો અર્થ એ જ થાય કે, એવું કશુંક તેમને ખબર હશે કે જેના કારણે સ્થાપિત હિતો કે અસામાજિક તત્વોને નુકસાન થાય. ગૌહત્યાનો મુદ્દો આપણને લાગે એટલો સરળ નથી ને તેમાં ઘણાંનાં હિતો સંકળાયેલાં છે. ગૌહત્યાનો મુદ્દો અંતે તો માંસના કારોબારનો જ મામલો છે ને આ કારોબાર અબજાનો છે. આ કારોબારમાં અંદરખાને કોણ કોણ સામેલ છે તેની વિગતો સુબોધને મળી હોય એવું પણ બને કે પછી રાજકીય ફાયદો લેવા માટે ઈકલાખનું કાસળ કાઢી નખાવવાનો કારસો ઘડાયો હોય એવું પણ બને. ખરેખર શું બનેલું એ તો તપાસ થાય તો ખબર પડે. જા કે, આપણે ત્યાં એવી તપાસ પણ તટસ્થ રીતે થાય એવી શકીયતા ઓછી છે.
આ ઘટના પછી બીજા પણ એક મુદ્દા વિશે વિચારવાની જરૂર છે. ગૌહત્યા પર પ્રતિબંધ છે તેથી કાયદાનું પણ પાલન થવું જાઈએ. ગાયો સાથે હિંદુઓની લાગણીઓ જાડાયેલી છે ને એ લાગણીને માન આપવું જાઈએ, પણ તેના નામે હઈસો હઈસો કરીને નિર્દોષ લોકોની હત્યા કરાય એ બરાબર નથી જ. કોઈ પણ ધાર્મિક લાગણી એવી ના જ હોવી જાઈએ કે જેના કારણે તમે માણસની હત્યા કરી નાખો.
જેમના માથે કાયદાના પાલનની જવાબદારી છે એ લોકોએ આ વાતનો અહેસાસ લોકોને કરાવવો પડે. કમનસીબે એ લોકોને રાજકીય ફાયદામાં વધારે રસ હોય છે તેથી આ દુનિયામાં માણસના જીવની કિંમત સૌથી વધારે છે એ વાતનો અહેસાસ કરાવવામાં એ નિષ્ફળ જ જાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY