મુંબઈ,તા.૫
ટી-સીરિઝના ફાઉન્ડર ગુલશન કુમારની બાયોપિક ‘મોગલ’ની લગભગ બે વર્ષ પહેલાં જાહેરાત કરવામાં આવી હતી. એ પછી કોઈને કોઈ કારણસર એ ફિલ્મ મોકૂફ જ થતી રહી છે. આ ફિલ્મના મેકિંગમાં આમિર ખાન પણ જાડાયેલો છે. રિસન્ટલી રિલીઝ થયેલી ‘ઠગ્ઝ ઓફ હિન્દોસ્તાં’ ફ્લોપ જવાના લીધે આમિર અપસેટ છે. તે હવે એવા કોઈ સબ્જેક્ટવાળી ફિલ્મ કરવા માગે છે કે જે તેને બોક્સ-ઓફિસ પર ગુમાવેલી તેની પ્રતિષ્ઠા પાછી અપાવી શકે. તે અત્યારે કન્ફ્યુઝ્ડ છે. જેના કારણે ‘મોગલ’નું કામ ફરી અટવાયું છે.
બોક્સ-ઓફિસ પર ગુમાવવામાં આવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા આમિર ખાને અત્યારે આ બાયોપિકનું કામ રોકી દીધું છે. થોડા સમય પહેલાં એવા ન્યૂઝ આવ્યા હતા કે, આમિરે હોલિવૂડની હિટ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ના રાઇટ્સ મેળવ્યા છે અને તે એને પ્રોડ્યૂસ કરવા ઇચ્છે છે. બીજી તરફ ટી-સીરિઝના ભૂષણ કુમાર પણ ઇન્કમ ટેક્સ દ્વારા રિસન્ટલી કરાયેલી રેઇડ અને ઇન્ક્વાયરીમાં ફસાયા છે. થોડા સમય પહેલાં આમિર ‘મોગલ’નો કો-પ્રોડ્યૂસર બન્યો હતો ત્યારે આ ફિલ્મ આખરે બનશે એમ જણાતું હતું, પરંતુ હવે ફરી આ બાયોપિક અટવાઈ જાય એવી શકીયતા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




