કાશ્મીરમાં આૅપરેશન આૅલઆઉટ-૨, ટોપ ૧૦ આતંકવાદીઓની યાદી જાહેર

0
29

શ્રીનગર,તા.૨૨
જમ્મુ-કાશ્મીરમાં ભાજપ અને પીડીપીની સરકાર તૂટ્યા બાદ આર્મી અને સુરક્ષા બળોએ આતંકની વિરૂદ્ધ પોતાનું ઓપરેશન ઓલ આઉટ-૨ શરૂ કરી દીધું છે. સુરક્ષા બળોની યાદીમાં અંદાજે ૩૦૦ આતંકીઓનું નામ છે. તેઓ એ ૩૦૦ લોકોની યાદીમાં અંદાજે ૧૦૦ આતંકીઓને સૌથી ખતરનાક આતંકીઓની શ્રેણીમાં મૂકયા છે.
જે આતંકીઓને ટોપ-૧૦ની યાદીમાં મૂકાયા છે, તેમાં તે આતંકી પણ સામેલ છે જે પત્રકાર સુજાત બુખારી અને શહીદ ઔરંગઝેબની હત્યામાં સામેલ હતા. ઓપરેશન ઓલઆઉટના પાર્ટ-૨માં સુરક્ષાબળોએ અંદાજે ૨૦૦ આતંકીઓને માર માર્યો હતો. આ બધાની વચ્ચે બીએસએફ એ સુરક્ષા બળોને ૬૦ એનએસજી સ્નાઇપર્સને પણ તૈનાત કર્યા છે, આ સ્નાઇપર્સ જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીની કોશિષ કરી રહેલા આતંકીઓ અને બીએસએફને ટાર્ગેટ પર લેનાર પાકિસ્તાની સ્પાઇપર્સને નિશાન બનાવશે. આપને જણાવી દઇએ કે રમઝાન દરમ્યાન આતંક વિરોધી ઓપરેશન પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
બુધવારના રોજ જમ્મુ અને કાશ્મીરમાં રાજ્યપાલ શાસન લાગૂ થઇ ગયું હતું. સુરક્ષા બળ હવે આતંકીઓ પર દયા દેખાડવાના મૂડમાં નથી. આ સિવાય કાશ્મીરમાં એનએસજી કમાન્ડોની તૈનાતી પણ વધારી દીધી છે.
આર્મીની યાદીમાં આ છે ટોપ-૧૦ આતંકી
જાકિર મુસા: આ યાદીમાં જે આતંકીને છ++ કેટેગરીમાં રખાયા છે, તેમાં અનાસર ગજવત-ઉલહિંદના પ્રમુખ જાકિર મુસાને સૌથી ઉપર મૂકાયા છે. અનસાર ગજવત-ઉલ-હિંદ અલકાયદાનું કાશ્મીરી સંગઠન છે. બુરહાન વાનીના મોતા બાદ મૂસાને આ સંગઠનનું કામ સોંપાયું હતું, મૂસા અવંતીપોરાના નુરપોરાનો રહેવાસી છે.
ડાકટર સૈફુલ્લા: સૈફુલ્લાને અબુ મુસૈબથી પણ ઓળખાય છે. સૈફુલ્લા શ્રીનગર વિસ્તારમાં હિઝબુલ મુજાહિદીનના પ્રમુખ છે. તેઓ પુલવામાના માલંગપોરના રહેવાસી છે. તેઓ આતંકીઓની સર્જરી પણ કરે છે.
નવેદ જટ: તેને અબુ હંજાલાના નામથી પણ ઓળખાય છે. પત્રકાર શુજાત બુખારીની હત્યા બાદ હંજલાની ખૂબ ચર્ચા થઇ. હંજલા પાકિસ્તાનનો રહેવાસી છે. તેઓ લશ્કર-એ-તોયબા માટે કામ કરે છે. હંજલાને પણ છ++ કેટેગરીમાં મૂકાયો છે.
જહર અહમદ ઠોકર: ઠોકર સિરનુનો રહેવાસી છે અને ૨૦૧૭થી આતંકી ગતિવિધિઓમાં સામેલ છે. તાજેતરમાં જ જવાન ઔરંગઝેબની હત્યામાં ઠોકરના સામલે થયાના સમાચાર છે.
જુબૈર-ઉલ-ઇસ્લામ: જુબૈર હિઝબુલ મુઝાહિદ્દીનો કાશ્મીરમાં પ્રમુખ છે. તેઓ પુલવામાના બૈગપુરાના રહેવાસી છે. સબ્જાર અહેમદ ભટ્ટના મોત બાદ જુબૈરને તેની જગ્યા મળી હતી. જુબૈરને ટેકનોલોજીનો જાણકાર મનાય છે.
અલ્તાફ કચરૂ ઉર્ફે મોઇન ઉલ-ઇસ્લામ: અલ્તાફ હિઝબુલ મુઝાહિદીનના કુલગામનો પ્રમુખ છે. ૨૦૧૫મા સુરક્ષાબળો પર હુમલાનો માસ્ટરમાઇન્ડ છે. અલ્તાફ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે.
જીનત ઉલ-ઇસ્લામ ઉર્ફે અલકામા: જીનતને લશ્કર-એ-તૈયબામાં એ દરમ્યાન ઉંચો રેન્ક મળ્યો જ્યાર તેઓ અમરનઆથ હુમલાના માસ્ટરમાઇન્ડ અબુ ઇસ્માઇલને માર માર્યો. ૨૦૧૭મા શોપિયાં હુમલાનો માસ્ટરમાઇન્ડ જીનત જ હતો.
વસીમ અહમદ ઉર્ફે ઓસામા: વસીમ લશ્કરના શોપિયાં જિલ્લાનો કમાન્ડર છે. તેઓ બુરહાન વાનીના ગ્રૂપમાં સામેલ હતો.
સમીર અહમદ: અલ-બદર ટેરર ગ્રૂપના સભ્ય સમીર પર કેટલીય આતંકી ગતિવિધિઓમાં સામલે થવાનો આરોપ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY