યુજીસીએ દેશમાં ચાલતી ૨૪ જેટલી બોગસ યુનિ.ઓની યાદી જાહેર કરી

0
94

ન્યુ દિલ્હી,તા.૨૫
દેશભરમાં આગામી થોડા જ દિવસોમાં ધોરણ-૧૨નાં પરિણામ જાહેર થશે ત્યારે આ પરિણામ પહેલાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ દેશમાં ચાલતી ૨૪ જેટલી બોગસ યુનિવર્સિટીઓની યાદી જાહેર કરી વિદ્યાર્થીઓને ભૂલથી પણ આવી યુનિવર્સિટીમાં પ્રવેશ નહિ લેવા ચેતવણી આપી છે. નવાઈની વાત એ છે કે આ ૨૪ યુનિ.માંથી આઠ યુનિ. નવી દિલ્હીમાં જ છે.
આ અંગે યુજીસીએ વધુમાં જણાવ્યું છે કે ૧૨મું ધોરણ પાસ કરનારા વિદ્યાર્થીઓ આગામી થોડા સમયમાં યુનિ.માં પ્રવેશ મેળવવા માટે દોડધામ કરવા લાગશે ત્યારે જા તેઓ ભૂલથી કોઈ બોગસ યુનિ.માં પ્રવેશ મેળવી લે તો તેમને આખું વર્ષ ખૂબ મુસીબત પડે છે અને તેમનું વર્ષ બગડવાનો પણ ખતરો રહે છે. તેથી આવા વિદ્યાર્થીઓને સાવચેત કરવા યુજીસીએ નવા સત્રના આરંભ પહેલાં જ દેશમાં જે ૨૪ બોગસ યુનિ. ચાલી રહી છે તેની યાદી જાહેર કરી છે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)એ દેશમાં ચાલતી વિવિધ ૨૪ બોગસ યુનિવર્સિટીની યાદી જાહેર કરી છે તેમાં આઠ તો દિલ્હીમાં જ છે. દિલ્હીમાં જે આઠ યુનિ. ચાલે છે તેમાં કોમર્શિયલ યુનિ., યુનાઈટેડ યુનિ., વોકેશનલ યુનિ., એડીઆર-સેન્ટ્રિક યુનિ., જુરિડિકલ યુનિ., ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂશન ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરીંગ, વિશ્વકર્મા ઓપન યુનિ. ફોર સેલ્ફ એમ્પ્લોયમેન્ટ, આધ્યાત્મિક વિશ્વવિદ્યાલય અને વાર્ષ્ણેય સંસ્કૃત વિશ્વવિદ્યાલયનો સમાવેશ થાય છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY