બોરભાઠા બેટના ગામના સ્થાનિક રહીશો દ્રારા ઉપ સરપંચની ચૂંટણી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યોજાય તે માટે આવેદનપત્ર પાઠવી રજુઆત કરેલ……

0
117

આજ રોજ ભરૂચના નર્મદા નદીના કિનારે આવેલ બોરભાઠા બેટના ગામના સ્થાનિક રહીશો દ્રારા હાલમાંજ યોજાયેલ ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં વિજેતા થયેલ સભ્યોમાંથી ઉપસરપંચની વરણી તારીખ ૨૩/૦૨/૧૮ ના રોજ પંચાયતની ઓફિસે રાખવામાં આવેલ જે સમયે ચૂંટણી નિરીક્ષક તરીકે નાયબ ટી.ડિ.ઓ હાજર હોઈ ઉપસરપંચ તરીકે પ્રફુલ કાશી રામ પટેલનાઓએ ઉમેદવારી કરી હતી અને તેમના ટેકેદાર તરીકે રિના જ્યંતી પટેલે સહી કરેલ હતી.અને સામે પક્ષે ધર્મેશ નારણ પટેલે ઉમેદવારી કરી હતી અને તેમના ટેકેદાર તરીકે પૂનમ મંગુ પટેલે સહી કરી હતી.અને તે દરમ્યાન ધર્મેશ પટેલ હારી જાય તેવા સંજોગો હતાં અને તેમની બાજુ મતદાન કરે તેવા સભ્યો ઓછાં હોઈ તેવો દ્રારા બહાર થી માણસો બોલાવી ચૂંટણી પ્રક્રિયા થવા દીધેલ ના હતી.અને ચૂંટણી અધિકારી સાથે પણ ગેરવર્તન કર્યું હતું.અને આ વરણી સમયે પોલીસની હાજરી હોઈ તે છતાં પણ આ ચૂંટણી થવા દીધેલ નહિ.જે અંગે આજ રોજ બોરભાઠા બેટના ગ્રામજનોએ ભેગા થઈને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરેલ કે સામે પક્ષ વાળાઓ સામે કડક પગલાં ભરવા અને ઉપસરપંચની વરણી પ્રક્રિયા દરમ્યાન કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી ફક્ત ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં નિષ્પક્ષ પ્રક્રિયા પુરી થાય તેવી માંગ કરી છે.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY