૨૦૧૩ ના વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એલ.સી.બી બોટાદ,

0
25

મુખ્ય પોલીસ અધિકારી અને પોલીસ મહાનિદેશક ગુજરાત રાજ્ય, ગાંધીનગરની નાસતા ફરતા આરોપીઓ પકડવાની ડ્રાઇવ ચાલુ હોય અને અશોક કુમાર, નાયબ પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગરની સુચના તથા બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં તા.૭/૪/૧૯ ના ક.૨૩/૦૦ થી તા.૮/૪/૧૯ ના ક.૩/૦૦ સુધી કોમ્બીંગ નાઇટનું આયોજન કરવામાં આવેલ હતું જે અનુસંધાને વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ સને-૨૦૧૩ ના વર્ષથી રાણપુર પોલીસ સ્ટેશન પ્રોહી ગુ.ર.નં.૬૬/૨૦૧૩ પ્રોહી કલમ ૬૬(૧)બી,૬૫એઇ મુજબના ગુનાનો નાસતો ફરતો આરોપી અર્પણકુમાર કાન્તીલાલ ઉર્ફે શાંતિલાલ ગેહલોત (માળી) ઉ.વ.૨૬ રહે.ડીસા (નવા), વિરેનપાર્ક સોસાયટી, શ્યામ બંગ્લોઝ પાછળ,ભાગ-૧, શેરી નં.૨ તા.ડીસા જી.બનાસકાંઠા વાળાને ડીસા ખાતેથી રાણપુર પોલીસ તથા એલ.સી.બી બોટાદ ના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર.ગોસ્વામીની રાહબરી હેઠળ એલ.સી.બી.ના પો.કો.તરૂણભાઇ દાદુભાઇ તથા બી.ડી.ડી.એસ બોટાદ ના પો.સબ.ઇન્સ. એ.જે.જાડેજાની ટીમ દ્વારા સંયુક્ત રીતે મળીને ઉપરોક્ત આરોપીને પૂછ પરછ સારૂ રાણપુર પોલીસ સ્ટેશન લાવી ઉપરોક્ત ટીમ તથા રાણપુર પોલીસ સ્ટેશન ના પો.સબ.ઇન્સ.એમ.જે.સાગઠીયા દ્વારા પૂછ પરછ કરતા આરોપીએ પોતે પોતાની ગુનાની કબુલાત કરતા કોમ્બીંગ નાઇટ દરમ્યાન તા.૮/૪/૧૯ ના ક.૦૦/૩૦ વાગે આરોપીને ધોરણસર રીતે અટક કરી આગળની તપાસ રાણપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

તસવીર-વિપુલ લુહાર,રાણપુર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY