આઠ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા જેલ ભેગા કર્યા
મોરબીમાં કરોડોના જીએસટી ચોરી કોભાંડમાં એસઓજી ટીમે અગાઉ આઠ આરોપીને ઝડપી લીધા બાદ આજે રિમાન્ડ પૂર્ણ થતા આઠ આરોપીને જેલહવાલે કર્યા છે જયારે વધુ ચાર આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે જેને આજે કોર્ટમાં રજુ કરતા આરોપીઓને ગુરુવાર સુધીના પોલીસ રિમાન્ડ પર સોપવામાં આવ્યા છે
રાજ્ય વેરા અધકારી દ્વારા પોલીસમાં ૧૭ કરોડથી વધુની જીએસટી ચોરીની નોંધાવેલી ફરિયાદ બાદ બોગસ સિરામિક કંપની ઉભી કરી કરોડોની ચોરી કરનાર આરોપીને ઝડપી લેવા જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઈ જે એમ આલની ટીમે તપાસ ચલાવી હતી જેમાં આઠ આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા સોમવાર સુધીના રિમાન્ડ પર સોપવામાં આવ્યા હતા રિમાન્ડ દરમિયાન આરોપીના ઘરની જડતી કરી કોમ્પ્યુટર અને લેપટોપ કબજે લેવાયા છે અને આઠ આરોપીના રિમાન્ડ પૂર્ણ થતા આજે કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે
જયારે કરોડોના જીએસટી ચોરી કોભાંડમાં એસઓજી ટીમે વધુ ચાર આરોપીને ઝડપ્યા છે જેમાં મયુર ચતુરભાઈ ઉધરેજા રાવળદેવ (ઉ.વ.૨૭) રહે શનાળા રોડ મોરબી, રવિ પટેલ (ઉ.વ.૨૯) રહે રવાપર રોડ મોરબી, રાકેશ પોપટભાઈ ભાટિયા (ઉ.વ.૩૧) રહે ઓમ પાર્ક રવાપર રોડ મોરબી અને હીરેન્દ્ર ઉર્ફે હિરેન દિનેશભાઈ સાણંદીયા (ઉ.વ.૨૮) રહે વેલકમ પાર્ટી પ્લોટ નજીક મોરબી એમ ચાર આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા કોર્ટે ગુરુવાર સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




