રાણપુરમાં સરકારી નાણાની ઉચાપત થતા ખળભળાટ-છ સામે પોલીસ ફરીયાદ નોંધવામાં આવી

0
453

કુલ ચાર લાખની ઉચાપતની પોલીસ ચોપડે નોંધાઈ ફરીયાદ

બોટાદ જીલ્લાના રાણપુરના બોડીયા ગામે પાંચ સખીસંઘ હોવા છતા મીનાક્ષીબેન પરાલીયા એ ૧૦ સખીસંઘ બતાવી રૂ.૨.૫૦૦૦૦(બે લાખ પચ્ચાસ હજાર)થી વધુ મેળવી અને એચ.એમ.ભાસ્કર(હાલ તાલુકા વિકાસ અધિકારી મહેમદાબાદ)એ આ નાણા મંજુર કરી મધુબેન ભરતભાઈ, ભાવનાબેન ચંદુભાઈ,ચંદ્રીકાબેન વિનુભાઈ માલકીયા અને નજમાબેન કુરેશીએ બીજા ૧.૫૦.૦૦૦(એક લાખ પચ્ચાસ હજાર)ની ઉચાપત તા-૧૨.૧૦.૨૦૧૭ થી તા-૧૭.૫.૨૦૧૮ ના સમયગાળા દરમ્યાન એક બીજાના મેળાપીપળાથી પોતાના વગ અને હોદ્દાનો દુર ઉપયોગ કરી સરકારી યોજનાના નાણા કુલ રૂપિયા ૪.૦૦.૦૦૦(ચાર લાખ)ની ઉચાપત કર્યાની રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાતા રાણપુર તથા રાણપુર તાલુકામાં ખળભળાટ મચી ગયો છે આ તમામ છ આરોપી સામે ૪૦૯,૪૦૬,૪૬૮,૪૭૧,૧૧૪ મુજબ ગુન્હોનોંધી આગળની કાર્યવાહી રાણપુર પી.એસ.આઈ-એસ.એન.રામાણી કરી રહ્યા છે

રિપોર્ટર રાણપુર વિપુલ લુહાર
7698030233

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY