૨૨૨ કંપનીઓને ડીલિસ્ટેડ કરવાનો બીએસઈનો નિર્ણય

0
1776

મુંબઈ, તા. ૩
શેલ કંપનીઓ સામે આક્રમક કાર્યવાહીનો દોર જારી રાખવામાં આવ્યો છે. બીએસઈ દ્વારા આજથી ૨૨૨ કંપનીઓને ડીલિસ્ટ કરી દેવામાં આવી છે. આનો મતલબ એ થયો કે આ ડીલિસ્ટેડ થયેલી કંપનીઓના પ્રમોટરો પબ્લિક શેર હોલ્ડર પાસેથી શેરની ખરીદી કરી શકશે. સીધીરીતે ખરીદી થઇ શકશે નહીં. અગ્રણી સ્ટોક એક્સચેંજ ગણાતા બીએસઈએ આજે ૨૨૨ કંપનીઓને ડીલિસ્ટેડ કરી દીધી હતી. બીજી બાજુ તેમની કંપનીઓના શેરમાં કારોબારમાં છ મહિના સુધી સસ્પેન્ડ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હિલચાલ એવા સમય ઉપર આવી છે જ્યારે સત્તાવાળાઓ દ્વારા શેલ કંપનીઓ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. લિસ્ટેડ અને અનલિસ્ટેડ રહેલી કંપનીઓ સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગેરકાયદે ફંડપ્રવાહનો ઉપયોગ કરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગયા મહિને ઓગસ્ટ મહિનામાં માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા ૩૩૧ શંકાસ્પદ શેલ કંપનીઓ સામે કાર્યવાહી કરવા માટે બીએસઈ એક્સચેંજને આદેશ કર્યો હતો. સરકારે પહેલાથી જ ૨૦૦૦૦૦થી વધુ કંપનીઓને ડિરજિસ્ટર્ડ કરી દીધી છે. એટલે કે તેમની માન્યતા રદ કરી દેવામાં આવી છે. આ કંપનીઓ હવે લાંબા સમય સુધી કોઇ બિઝનેસ પ્રવૃત્તિ ચલાવી શકશે નહીં. સરક્યુલરમાં બીએસઈએ કહ્યું છે કે, ૨૧૦ કંપનીઓ જે છ મહિનાથી પણ વધુ સમય સુધી સસ્પેન્ડ રહેશે તે એક્સચેંજના પ્લેટફોર્મથી ડીલિસ્ટેડ કરી દેવામાં આવી છે. ચોથી જુલાઈથી આને અમલી કરી દેવામાં આવશે.
ડીલિસ્ટીંગ માટેના આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, છ કંપનીઓ જે એનએસઈ દ્વારા ડીલિસ્ટેડ કરવામાં આવી ચુકી છે તે આવતીકાલથી બીએસઈમાંથી પણ ડીલિસ્ટેડ થશે. આ કંપનીઓમાં એશિયન ઇલેક્ટ્રોનિક્સ, બિરલા પાવર સોલ્યુશન, ક્લાસિક ડાયમંડ લિમિટેડ, ઇનોવેટિવ ઇન્ડસ્ટ્રી, મેરામાઉન્ટ પ્રિન્ટ પેકેજિંગનો સમાવેશ થાય છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY