સેંસેક્સ ૧૧૪ પોઇન્ટ રિકવર થઇ આખરે ૩૫૩૭૯ની સપાટી ઉપર

0
173

નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સમાં ૨.૧ ટકાનો, આઈટી ઇન્ડેક્સમાં એક ટકા સુધીનો ઉછાળો રહ્યો : એશિયન બજારમાં અફડાતફડી છતાંય શેરબજારમાં રિકવરી
મુંબઇ,તા. ૩
શેરબજારમાં ભારે ઉથલપાથલ વચ્ચે આજે કારોબારના અંતે રિકવરી રહી હતી. એશિયન શેરબજારમાં મંદીનું મોજુ રહ્યું હોવા છતાં શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. બીએસઈ સેંસેક્સ કારોબારના અંતે ૧૧૪ પોઇન્ટ ઉછળીને ૩૫૩૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૪૩ પોઇન્ટ ઉછળીને ૧૦૭૦૦ની સપાટીએ રહ્યો હતો. સેક્ટરલ ઇન્ડેક્સમાં નિફ્ટી ફાર્મામાં ૨.૧ ટકાનો ઉછાળો રહ્યો હતો. ઓરોબિન્દો ફાર્મા અને શિપ્લાના શેરમાં ઉછાળો નોંધાયો હતો. નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં પણ એક ટકાનો ઉછાળો રહ્યો હતો. સનફાર્મા ઇન્ડસ્ટ્રી અને મારુતિ સુઝુકી ઇન્ડિયાના શેરમાં બીએસઈ સેંસેક્સમાં ક્રમશઃ ૧.૭૯ અને ૧.૭૨ ટકાનો ઉછાળો રહ્યો હતો. ચીની શેરબજારમાં મંદીનું મોજુ રહ્યું હતું. હોંગકોંગના હેંગસેંગ ઇન્ડેક્સમાં ૩.૩ ટકાનો ઘટાડો રહ્યો હતો. આની સાથે જ છેલ્લા ૧૦ મહિનામાં સૌથી નીચી સપાટી રહી હતી. શાંઘાઈ કમ્પોઝિટમાં ૧.૯ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૨૮ મહિનાની નીચી સપાટીએ રહી હતી. હોંગકોંગના માર્કેટમાં ૧.૯ ટકાનો ઘટડો જાવા મળ્યો હતો. તે વખતે પણ કારોબારી હતાશ થયા હતા. શેરબજારમાં હાલમાં ઉતારચઢાવના દોર વચ્ચે કારોબારીઓ વધારે રોકાણ કરવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી. માઇક્રો મોરચા ઉપર ભારતની મેન્યુફેક્ચરિંગ સ્થિતિમાં જૂન મહિનામાં સુધારો થયો છે. ડિસેમ્બર ૨૦૧૭ બાદ સૌથી મજબૂત સુધારો થયો છે. હજુ સુધી વર્ષ ૨૦૧૮માં નવા ઓર્ડર અને ઉત્પાદનમાં વધારાની અસર જાવા મળી રહી છે. નિક્કી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ મે મહિનામાં ૫૧.૨થી વધીને જૂન મહિનામાં ૫૩.૧ થઇ ગયો છે. ભારતના મેન્યુફેક્ચરિંગ અર્થતંત્રમાં સ્થિતિ સૌથી ઝડપથી સુધરી છે. સતત ૧૧માં મહિનામાં મેન્યુફેક્ચરિંગ પીએમઆઈનો આંકડો ૫૦ પોઇન્ટથી ઉપર રહ્યો છે. ગઇકાલે સોમવારના દિવસે સેંસેક્સ ૧૫૯ પોઇન્ટ ઘટીને ૩૫૨૬૪ની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ૫૭ પોઇન્ટ ઘટીને ૧૦૬૫૭ની નીચી સપાટીએ રહ્યો હતો.દલાલસ્ટ્રીટમાં હવે જે પરિબળો નજરે પડનાર છે તેમાં અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ક્રૂડ ઓઇલની કિંમતો, માઇક્રો ડેટા, ઓટોના શેર, હાલમાં જ સરકારી કંપની દ્વારા જારી કરવામાં આવેલા આઈપીઓ, યુએસ જાબ ડેટા જેવા પરિબલોની અસર થશે. તાજેતરમાં ચીને ૬૫૯ યુએસ પ્રોડક્ટ ઉપર ૨૫ ટકા ટેરિફ લાગૂ કરવાની તૈયારી કરી લીધી છે. ડોલર સામે રૂપિયાની ચાલ ઉપર પણ નજર રહેશે. ઓઇલ કિંમતો હાલમાં ફરી એકવાર વધી છે. આ ઉપરાંત જૂન માટે સર્વિસ સેક્ટરના દિવસે બુધવારના દિવસે જારી કરવામાં આવશે.શેરબજારમાં હાલમાં પ્રવાહી સ્થિતી રહેતા કારોબારી ચિંતાતુર દેખાઇ રહ્યા છે. કારણ કે રોકાણ માટે માહોલ યોગ્ય નથી. આવતીકાલે જારી કરવામાં આવનાર સર્વિસ સેક્ટરના આંકડાને લઇને પણ કોર્પોરેટ જગતમાં ઉત્સુકતા પ્રવર્તી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY