ન્યુ દિલ્હી,તા.૨૬
રાજસ્થાનની ભારત-પાકિસ્તાન સીમા પર કટ્ટરપંથી ઈસ્લામિક ગતિવિધીઓ પાછલા કેટલાક વર્ષોમાં વધી હોવાનું સામે આવ્યું છે. સીમા સુરક્ષાબળ એટલે કે બી.એસ.એફ.ના એક રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. BSFના રિપોર્ટ મુજબ, જેસલમેર પાસેના સરહદી વિસ્તારોમાં હાલના વર્ષોમાં એવી ગતિવિધીઓ વધી છે કે જે સુરક્ષાબળ માટે ખતરા સમાન છે.
જેસલમેરના દક્ષિણી વિસ્તારમાં વર્ષ ૨૦૦૦ પહેલા એક પણ મસ્જીદ નહોતી. હવે અહીં સરકારી જમીન પર કેટલીય મસ્જીદોનું નિર્માણ થયું છે. રિપોર્ટમાં એવો પણ ખુલસો થયો છે કે માંડલા મસ્જીદની ગતવિધીઓમાં તેજી નજરે પડી રહી છે. માંડલા મસ્જીદ દક્ષિણ જેસલમેરથી આઠ કિલોમીટર દૂર છે.
આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની આબાદી વધી રહી છે. ખાસ કરીને પોખરણ અને નચના વિસ્તારમાં વસતીમાં વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭ના ફેબ્રુઆરી મહિનામાં રાજસ્થાન પોલીસે જેસલમેર જિલ્લામાંથી હાજી ખાન નામના એક જાસૂસને પકડ્યો હતો.
હાજી ખાન પર ભારતના સંવેદનશીલ મુદ્દાઓ ચોરવાનો અને પાકિસ્તાનને સપ્લાય કરવાનો આરોપ લાગ્યો હતો. તે ખુદ પણ જેસલમેરમાં રહેતો હતો. પરંતુ તેના સંબંધીઓ પાકિસ્તાનમાં હતા. અગાઉ સાદિક નામના પણ એક સંદિગ્ધની ધરપકડ કરવામાં આવી હતી. જેના પર પણ પાકિસ્તાનને સૂચના મોકલવાનો આરોપ હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





