બીએસએનએલએ ૧૮માં સ્થાપના દિવસે ગ્રાહકોને ચાર બંપર પ્લાન્સ ગીફ્ટ કર્યા

0
11

ન્યુ દિલ્હી,તા.૩૦
આજે ૧ ઓક્ટોબરનાં રોજ મ્જીદ્ગન્ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીઝમાં પોતાનાં ૧૮ વર્ષ પૂર્ણ કર્યા. આ અવસર પર બીએસએનએલ કંપની તેમનાં ગ્રાહકો માટે રીચાર્જ પેક્સ પર આકર્ષક ઓફર આપવાની છે. બીએસએનએલ કંપની પોતાનાં સ્થાપના દિવસને યાદગાર બનાવવા માટે ગ્રાહકો માટે ચાર નવા સ્પેશિયલ ટેરિફ વાઉચર લાન્ચ કર્યા છે. જી્‌ફ ૧૮ નામનાં પ્રમોશનલ વાઉચરમાં ગ્રાહકોને અનલિમિટેડ વોઈઝ કોલ્સ, અનલિમિટેડ ડેટાની સાથે સાથે અનલિમિટેડ વીડિયો કોલ્સ પણ ફ્રી મળશે.
આ ઓફરની વેલિડિટી ૨ દિવસ સુધીની છે. આ ઉપરાંત કંપનીએ જી્‌ફ ૧૮૦૧, જી્‌ફ ૧૨૦૧ અને જી્‌ફ ૬૦૧ નામનાં વાઉચર્સ પણ લોન્ચ કર્યા છે. જી્‌ફ ૧૮૦૧માં ગ્રાહકોને ૧૮% વધારે ટાક વેલ્યુ અને ડેટા મળશે. આ વાઉચરમાં ગ્રાહકોને ૨,૧૨૫ રૂપિયાની ટાક વેલ્યુ મળશે. જી્‌ફ ૧૨૦૧માં ગ્રાહકોને ૧૦ય્મ્ ડેટા સાથે ૧,૪૧૭ રુપિયાનો ટાક ટાઈમ મળશે. જી્‌ફ ૬૦૧માં ગ્રાહકોને ૭૦૯ રુપિયાનો ટોક ટાઈમ અને ૫ય્મ્ ડેટા પણ આપવામાં આવશે.
૧ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર સુધી આ પેક્સથી રિચાર્જ કરાવી શકાશે. આ દરેક પેકની વેલિડિટી ૯૦ દિવસની છે. કંપનીના ઝ્રસ્ડ્ઢ અનુપમ શ્રીવાસ્તવે જણાવ્યું કે, આ ઓફર્સ બીએસએનએલ પરિવાર તરફથી તેમના ગ્રાહકો માટે ગિફ્ટ છે. આ મહિનાની શરૂઆતમાં બીએસએનએલએ પોતાના પ્રીપેઈડ સબ્સક્રાઈબર્સ માટે જાહેરાત કરી હતી. બંપર ઓફરમાં ગ્રાહકોને પોતાના વર્તમાન પેક્સમાં ૨.૨ય્મ્ વધારાનો ડેટા મળી રહ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY