બે પ્રોજેક્ટ માટે જાપાન પાકિસ્તાનને ૨૬ અબજની સહાય કરશે

0
22

ઈસ્લામાબાદ,તા.૨
પાકિસ્તાનના બે મહત્ત્વના પ્રોજેક્ટને વિકસાવવા જાપાને પાકિસ્તાનને ૨.૬ અબજ પાકિસ્તાની રૂપિયાની સહાય વધારી આપી છે.
જાપાનના વિદેશ પ્રધાન કાઝૂયુકી નકાનની પાકિસ્તાનની મુલાકાત દરમિયાન આ અંગે કરાર થયા છે. જે મુજબ જાપાન પાકિસ્તાનને મુલતાન શહેર ખાતે ૨.૧ અબજ જાપાનીઝ યેનના ખર્ચે વેધર સર્વિલયન્સ રડાર વિકસાવવામાં મદદ કરશે.
ઉપરાંત હ્યમુન રિસોર્સિઝ ડેવલપમેન્ટ સ્કોલરશિપ અંગે પણ ૩૩ કરોડ જાપાનીઝ યેન ફાળવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી.
૧૯૫૨ના રાજદ્વારી સંબંધ કરાર અંતર્ગત જાપાન પાકિસ્તાનના સ્થિર વિકાસમાં મદદ કરતું રહ્યું હોવાનું નકાને કરાર સમયે જણાવ્યું હતું. તેમણે પાકિસ્તાનના નવા વડા પ્રધાન ઇમરાન ખાનની મજબૂત નેતાગીરી હેઠળ આર્થિક વિકાસ અંગે આશા વ્યક્ત કરી હતી.
નકામે પાકિસ્તાનના નવા નાણામંત્રી અસદ ઉંમર પાસેથી પણ નોંધનીય વિકાસની અપેક્ષા વ્યક્ત કરી હતી. પ્રોજેક્ટ ડીલ વખતે ઉમર પણ ઉપસ્થિત રહ્યા હતા. નકાને જણાવ્યું હતું કે બંને પ્રોજેક્ટ પાકિસ્તાનના વિકાસ માટે મહત્તવના છે અને તેનાથી જાપાન અને પાકિસ્તાનની મિત્રતા વધુ મજબૂત થશે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY