બુલંદશહર,તા.૧૫
ઉત્તરપ્રદેશના બુલંદશહેરમાં થયેલી હિંસા મામલે પોલીસે ફરાર થયેલી ૧૮ આરોપીઓની તસવીર જાહેર કરી છે. પોલીસે આ તમામ આરોપીઓની ચલિત સંપતિ પણ જપ્ત કરવા માટે વાત કરી છે. આ પહેલા પોલીસે તમામ આરોપીઓ વિરૂદ્ધ બિનજામીન પાત્ર વોરંટ પણ જાહેર કર્યો છે.
તો પોલીસના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી યોગેશ રાજ અને ભાજપ યુવા મોરચાના નગર અધ્યક્ષ સહિત ૭૬ આરોપીઓ વિરૂદ્ધ વોરંટ જાહેર કર્યો છે. તો આ મામલે પોલીસે ૧૧ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. તો હત્યાનો આરોપી જીતુ ફૌઝીની પણ પોલીસે ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે, બુલંદશહેરમાં થયેલી હિંસામાં પોલીસ ઈન્સપેક્ટર સુબોધ કુમારે પોતાનો જીવ ગુમાવ્યો છે. તેઓ અનવરમાં થયેલી મોબ લિંચિંગની તપાસ કરી રહ્યા હતા અને અનેક આરોપીઓ સામે તેઓએ કાર્યવાહી હાથ ધરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





